શેરબજારમાં નરમાઇઃ પ્રારંભિક ઊછાળાને પચાવી ન શકાયા


નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી; 2025: ગુરુવારે ઘરેલુ શેરબજારમાં મજબૂત શરૂઆત લાંબા સમય સુધી ટકી ન હતી. લીલા નિશાન પર ખુલેલું શેરબજાર થોડા સમય પછી લાલ નિશાન પર આવી ગયું. શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સ 280.38 પોઈન્ટ વધીને 78,551.66 પર પહોંચ્યો, જ્યારે નિફ્ટી 77.25 પોઈન્ટ વધીને 23,773.55 પર પહોંચ્યો. હાલમાં, સેન્સેક્સ 150 થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે અને નિફ્ટી 50 થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે.છેલ્લા કારોબારી દિવસે, બુધવારે, દિવસભર શેરબજારમાં ભારે વધઘટ જોવા મળી અને અંતે બંને સૂચકાંકો લાલ રંગમાં બંધ થયા.
શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) બુધવારે વેચવાલ રહ્યા હતા અને તેમણે રૂ. 1,682.83 કરોડના શેર વેચ્યા હતા. તેવી જ રીતે, શરૂઆતના કારોબારમાં, રૂપિયો અમેરિકન ડોલર સામે ૧૨ પૈસા ઘટીને ૮૭.૫૫ ના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો. નિફ્ટીમાં પાવર ગ્રીડ, બીપીસીએલ, ડૉ. રેડ્ડી, સન ફાર્મા અને ઇન્ફોસિસ સૌથી વધુ વધ્યા હતા, જ્યારે શ્રીરામ ફાઇનાન્સ, ટાઇટન, આઇટીસી, એપોલો હોસ્પિટલ અને ટાટા સ્ટીલના શેરમાં ઘટાડો થયો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 19 શેરો ઉપર અને 11 શેરો નીચે છે. નિષ્ણાતોના મતે, રોકાણકારોએ IT અને ફાર્મા શેરોમાં રસ જાળવી રાખ્યો હતો, જ્યારે કેટલાક મોટા ગ્રાહક શેરોમાં વેચાણ પ્રભુત્વ ધરાવતું હતું. એશિયન બજારમાં, જાપાનનો નિક્કેઈ 0.15% અને કોરિયાનો કોસ્પી 0.65% વધ્યો છે. તેમજ, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.76% ના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે.
આ પણ વાંચો..સોનાના ભાવમાં વધારો યથાવત, જાણો આજનો લેટેસ્ટ ભાવ