શેરબજાર : સેન્સેક્સ 928 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 17600 ની નીચે પહોંચ્યો
મોટા ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે સતત ચોથા સત્રમાં ઘટાડો થયો હતો. સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ ગગડ્યો હતો જ્યારે નિફ્ટીએ પણ સેશન દરમિયાન 17,600ના સ્તરે સપોર્ટ તોડ્યો હતો. BSE પર તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને રૂ. 261.4 લાખ કરોડ થયું છે. છેલ્લા 4 ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 1,500 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. અદાણી ગ્રૂપના શેરમાં સતત વેચવાલીથી પણ દલાલ સ્ટ્રીટ પર મંદીના મૂડમાં વધારો થયો હતો.
Sensex tanks 927.74 points to settle at 59,744.98; Nifty falls 272.40 points to 17,554.30
— Press Trust of India (@PTI_News) February 22, 2023
બુધવારે શેરબજારના તમામ સેક્ટર લાલ નિશાન પર બંધ થયા
અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરમાં લગભગ 11 ટકાનો ઘટાડો થયો હતો, જેના કારણે અદાણી જૂથના તમામ 10 શેરો લાલ નિશાનમાં હતા. અદાણી ગ્રુપના શેરના માર્કેટ કેપમાં આશરે રૂ. 40,000 કરોડનો ઘટાડો થયો છે. બુધવારે સેન્સેક્સ 927.74 પોઈન્ટના ઘટાડા સાથે 59,744.98 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 272.40 પોઈન્ટ લપસીને 17,554.30 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આ દરમિયાન ભારત VIX 10 ટકા વધીને 15.41ના સ્તરે પહોંચી ગયો છે.