ટોપ ન્યૂઝનેશનલબિઝનેસ

5 દિવસમાં સેન્સેક્સ 4000 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના 15 લાખ કરોડ થઈ ગયા ઓછા

Text To Speech

મુંબઈ, તા. 5 ઓક્ટોબરઃ માત્ર પાંચ ટ્રેડિંગ સેશન્સમાં સેન્સેક્સમાં 4000 પોઇન્ટનું ગાબડું પડતાં હાહાકાર મચી ગયો છે અને રોકાણકારોના અધધ 15 લાખ કરોડ રૂપિયા ઓછા થઈ ગયા છે. પરાંપરાગત રોકાણકારો તેમના રૂપિયા પરત ખેંચી રહ્યા છે. ચીને જાહેર કરેલા પેકેજના કારણે રોકાણકારો ભારતમાંથી રૂપિયા ઉપાડીને ચીનમાં રોકાણ કરી રહ્યા છે. ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ અને ચીનના રાહત પેકેજની ભારતીય શેરબજાર પર મોટી અસર થઈ છે.

વિદેશી રોકાણકારોએ ઉપાડી લીધા અધધ કરોડ

એફઆઈઆઈ દ્વારા છેલ્લાં પાંચ ટ્રેડિંગ સેશન્સમાં 32,000 કરોડથી વધારે રૂપિયા નીકાળવામાં આવ્યા છે. ગુરુવારે એફઆઈઆઈ દ્વારા રૂ. 15,243 કરોડનું વેચાણ કરવામાં આવ્યું હતું. જે વિદેશીઓ દ્વારા એક દિવસમાં કરવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ છે.

શું શેરબજાર હજુ તૂટશે, જાણો શું કહે છે એક્સપર્ટ

એક્સપર્ટના મત મુજબ, હાલ માર્કેટમાં ગોલ્ડીલૉક ફેઝ ચાલી રહ્યો છે. જેનો મતલબ ન તો વધારે તેજી છે કે ન તો મંદી. આ સ્થિતિ અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડા અને ચીને રાહત પેકેજ જાહેર કર્યુ તેના કારણે બની છે.  હાલ બજાર ભલે તેની નવી ઊંચાઈ પર હોય પરંતુ આ સ્થિતિ વધારે સમય રહેવાની નથી. આ વખતે જે ફુગ્ગો ફૂટશે તે ઐતિહાસિક હશે.

આ ઉપરાંત મધ્ય-પૂર્વ સંઘર્ષની પણ અસર જોવા મળશે. કારણકે મોટી સંખ્યામાં લોકો સાવધાની રાખી રહ્યા છે અને રિકવરી આવતાં વેચવાલીની વ્યૂહરચના બનાવી રહ્યા છે. અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડાની જાહેરાત બાદ આઈટી સેક્ટરને છોડીને તમામ સેક્ટર જેવાકે એફએમસીજી, રિયલ્ટી અને ઓટોમાં ઘટાડો જોવા મળ્યો છે.

શેરબજારમાં ઘટાડા વખતે શું રાખશો ધ્યાનમાં

  • અનુકૂળ પરિસ્થિતિ અને માંગવાળા ઉદ્યોગોને શોધી નવા ઉત્પાદનો તથા સેવાઓ વાળી કંપની પર ફોક્સ કરો. સમય-સમય પર બજારનું મૂલ્યાંકન પણ કરતા રહો.
  • બજારમાં કડાકા વચ્ચે પણ કેટલાક મજબૂત શેર હીરાની જેમ ચમકશે. તેમાં રોકાણકરીને તમે આત્મવિશ્વાસ સાથે મંદીનો સામનો કરી શકો છો અને બજાર રિકવર થતાં મજબૂત બની શકો છો.
  • ઈતિહાસ સાક્ષી છે કે શેરબજાર ઘટાડા બાદ હંમેશા ઉપર જ જાય છે, તેથી જો તમે ધીરજ રાખશો તો તમને સારું રિટર્ન મળી શકે છે. તમારી જોખમ ક્ષમતાને સમજવી મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચોઃ આ 5 સરકારી યોજનામાં મળે છે સસ્તામાં ઘર, આ રીતે ઉઠાવો લાભ

Back to top button