શેર માર્કેટ ધડામ, રેડ ઝોનમાં ખુલ્યા સેન્સેક્સ-નિફ્ટી 800 પોઈન્ટથી વધુ ગગડ્યા


નવી દિલ્હી, 1 એપ્રિલ, 2025: આજે એટલે કે મંગળવાર (1 એપ્રિલ) નાણાકીય વર્ષ 2025-26ના પહેલા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. BSE પર સેન્સેક્સ 457 પોઈન્ટના ઘટાડા સાથે 76,957.69ની સપાટી પર ખુલ્યો છે, જ્યારે NSE પર નિફ્ટી 0.39 ટકાના ઘટાડા સાથે 23,428.45ની સપાટી પર ખુલ્યો છે. એનએસઈ નિફ્ટીમાં મંદીનું જોર વધ્યું છે. આજે વધુ 180.25 પોઈન્ટ ગબડી 23339.10ના નીચા સ્તરે પહોંચ્યો હતો.
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ઈદની રજા બાદ આજે શેરબજાર રેડ ઝોનમાં મોટા ઘટાડા સાથે ખુલ્યું છે, આજે સેન્સેક્સમાં 950થી વધુ પોઈન્ટ અને નિફ્ટીમાં 200થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે. સેન્સેક્સ 500 પોઈન્ટના કડાકે ખૂલ્યા બાદ થોડી જ ક્ષણોમાં 639.13 પોઈન્ટ તૂટ્યો હતો. જે 10.30 વાગ્યે 877.31 પોઈન્ટના કડાકે 76537.61 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
આજના ટ્રેડિંગ દરમિયાન, વરુણ બેવરેજીસ, વેદાંતા, ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની, ફેડરલ બેંક, બ્રિગેડ એન્ટરપ્રાઇઝ, એસ્ટેક લાઇફસાયન્સ, બજાજ ઇલેક્ટ્રિકલ્સ, મેનકાઇન્ડ ફાર્મા, ITD સિમેન્ટેશન ઇન્ડિયા, ACC, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, DCM શ્રીરામ, શીલા ફોમ અને દાલમિયા ભારતના શેર ફોકસમાં રહેશે.
આ પણ વાંચો..આજથી પેન્શન સિસ્ટમમાં મોટો ફેરફાર, UPS કે NPSમાંથી એક પસંદ કરી શકશો, જાણો કયું સારું?