શેરબજાર સળંગ ચોથા દિવસે તેજીમાં: સેન્સેક્સમાં 400થી વધુ પોઈન્ટનો ઉછાળો


નવી દિલ્હી, 20 માર્ચ; 2025; વૈશ્વિક સ્તરે આર્થિક ગતિવિધિઓમાં સુધારાના અહેવાલોના પગલે ભારતીય શેરબજાર સળંગ ચોથા દિવસે સુધર્યા છે. જેના પગલે સેન્સેક્સ આજે 450થી વધુ પોઈન્ટના ઉછાળે ખૂલ્યા બાદ 564.77 પોઈન્ટ સુધી ઉછળ્યો હતો. આ સાથે સેન્સેક્સે 18 ટ્રેડિંગ સેશનના લાંબા સમય બાદ 76013.82નું લેવલ ક્રોસ કર્યું છે. નિફ્ટી પણ 23000નું લેવલ ક્રોસ કરી સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યો છે.
આજે એટલે કે 20 માર્ચે, સેન્સેક્સ લગભગ 500 પોઈન્ટની તેજી સાથે 75,900ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. તેમજ, નિફ્ટી 100 પોઈન્ટ વધીને 23,050ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. આઇટી અને ઓટો શેરમાં સૌથી વધુ તેજી જોવા મળી રહી છે. નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ 2% થી વધુ વધ્યો છે. નિફ્ટી આઇટી 1.60% વધ્યો છે. ઓટો ઇન્ડેક્સ 1% વધ્યો છે. એશિયન બજારોમાં, હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 1.11% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.066% ઘટ્યો છે. જાપાનનું નિક્કી આજે બંધ છે.
એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડનો ઈનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPO 20 માર્ચે ખુલશે. રોકાણકારો 25 માર્ચ સુધી આ ઇશ્યૂ માટે બોલી લગાવી શકશે. કંપનીના શેર 28 માર્ચે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટેડ થશે.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
આ પણ વાંચો..ભારતે બાંગ્લાદેશના મેડીકલ વિસા નકાર્યા, ચીન માટે માર્ગ મોકળો!