શેરબજાર સપ્તાહના અંતિમ દિવસે ઘટાડા સાથે શરૂઆત બાદ ઉંચકાયું
મુંબઇ, 24 જાન્યુઆરી : ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે શરૂઆતમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ તે પછી બજારે વેગ પકડ્યો હતો. શરૂઆતના BSE સેન્સેક્સ 216.41 પોઈન્ટ વધીને 76,736.80 પર પહોંચ્યો હતો, જ્યારે NSE નિફ્ટી 64.25 પોઈન્ટ વધીને 23,269.60 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત ધીમી થઈ હતી
શેરબજારે ધીમી શરૂઆત કરી હતી, પરંતુ થોડા સમય પછી તેમાં તેજીનું વલણ જોવા મળ્યું હતું, જેના કારણે બંને મુખ્ય સૂચકાંકોમાં વધારો નોંધાયો હતો. સેન્સેક્સ 0.28% વધ્યો છે જ્યારે નિફ્ટી પણ 0.28% વધ્યો છે. શેરબજારમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ 65 પોઈન્ટના ઘટાડા સાથે 76,455.35 પર ખુલ્યો હતો, જ્યારે NSE નિફ્ટી 21 પોઈન્ટના ઘટાડા સાથે 23,183.90 પર ખુલ્યો હતો. સેન્સેક્સ 0.085% ઘટ્યો, જ્યારે નિફ્ટી 0.092% ઘટ્યો.
અદાણી ગ્રીનના શેરમાં 3 ટકાથી વધુનો ઉછાળો
તમને જણાવી દઈએ કે ડિસેમ્બર ક્વાર્ટરના નફામાં 85% ના જબરદસ્ત ઉછાળાને કારણે, અદાણી ગ્રીનના શેરમાં આજે શરૂઆતના વેપારમાં 3% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. અદાણી ગ્રુપના અન્ય શેરોમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પાવર, અદાણી વિલ્મર, અંબુજા સિમેન્ટ, એસીસીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો :- ગુજરાત ATSનું મોટું ઓપરેશન : આણંદમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ