ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ
શેરબજાર મંદી ખંખેરીને ઉછળ્યું: સેન્સેક્સ 1000ને પાર

નવી દિલ્હી, ૨૦ જૂન, ૨૦૨૫: અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે, એટલે કે શુક્રવાર, 20 મેના રોજ, સેન્સેક્સ 1046 પોઈન્ટ વધીને 82,408 પર બંધ થયો. નિફ્ટી પણ 319 પોઈન્ટ વધીને 25,112 પર બંધ થયો.
શુક્રવારે, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, ભારતીય બજારમાં ધમાલ મચી ગઈ હતી. બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકાથી વધુનો ઉછાળો આવ્યો. સેન્સેક્સના30 શેરોમાંથી 27 શેરમાં તેજી અને ૩ ઘટ્યા હતા. એરટેલ, નેસ્લે ઇન્ડિયા, M&M સહિત 14 શેરોમાં 1 થી 3.2% નો વધારો થયો. મારુતિ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એક્સિસ બેંકમાં નજીવો ઘટાડો રહ્યો.
એશિયન બજારોમાં, જાપાનનો નિક્કેઈ લગભગ 50 પોઈન્ટ ઘટીને 38,450 પર ટ્રેડ કરી રહ્યો છે. કોરિયાનો કોસ્પી લગભગ 30 પોઈન્ટ વધીને 3,000 ના સ્તરે છે હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 220 પોઈન્ટ (0.94%) વધીને 23,455 પર પહોંચ્યો છે.












