શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું, રોકાણ કરતા પહેલા જાણીલો ક્યાં શેરોમાં છે ઉછાળો
આજે શેરબજારની શરૂઆતમાં ઉતાર-ચઢાવ સાથે થઇ હતી, પરંતુ બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો આવ્યો છે. શરૂઆતની મિનિટોમાં જ સેન્સેક્સ 57800ને પાર કરી ગયો છે. આ સિવાય નિફ્ટીએ પણ બજાર ખુલતાની સાથે જ 17000ની ઉપરનું સ્તર પર છે. આજે લગભગ તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં તેજી જોવા મળી રહી છે, જેના કારણે બજાર ઊંચાઈની રેન્જમાં આવી ગયું છે. એશિયન બજારો પણ થોડો મજબૂત ટેકા સાથે જોવા મળ્યું અને આજના ટ્રેડિંગ સેશન માટે રોકાણકારોનું સેન્ટિમેન્ટ મજબુત બન્યું છે.
આજે બજાર આવી રીતે ખુલ્યું
BSEનો 30 શેરોવાળો ઈન્ડેક્સ સેન્સેક્સ 41.64 પોઈન્ટના ઘટાડા સાથે 57,572.08 ના સ્તર પર ખુલ્યો હતો. બીજી તરફ, નિફ્ટીની વાત કરીએ તો, NSEનો 50 શેરોવાળો ઈન્ડેક્સ નિફ્ટી 25.60 પોઈન્ટ અથવા 0.15 ટકાના વધારા સાથે 16,977.30 પર ખુલવામાં સફળ રહ્યો હતો.
આ પણ વાંચો : શેરબજારમાં કડાકા વચ્ચે અદાણીના શેરની ખરીદી માટે જોવા મળી પડાપડી
સેન્સેક્સ અને નિફ્ટીના શેરનો તાજેતરની હાલ
આજના ટ્રેડમાં સેન્સેક્સના 30માંથી 24 શેરો તેજી સાથે ટટ્રેડિંગ કરી રહ્યા છે. NSE નિફ્ટીના 50માંથી 39 શેરોમાં વધારા સાથે લીલું નિશાન જોવા મળી રહ્યું છે. આ સિવાય 10 શેરો ઘટાડા સાથે ટ્રેડિંગ કરી રહ્યા છે. 1 શેર કોઈપણ ફેરફાર વિના ટ્રેડ કરી રહ્યો છે.
આ પણ વાંચો : શેરબજારમાં રોકાણકરો માટે સારા સમાચાર, સેન્સેક્સ અને નિફ્ટી આટલા અંકો સાથે ખુલ્યો
ક્ષેત્રીય સૂચકાંક
આજના ટ્રેડમાં NSEના નિફ્ટીમાં તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં ઉછાળો જોવા મળ્યો છે. માત્ર ઓયલ એન્ડ ગેસ શેરોમાં આજે ઘટાડાનું લાલ નિશાન હાવી જોવા મળ્યું છે. બેંક, મેટલ, ઓટો, ફાર્મા, મીડિયા, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, આઈટી શેરોમાં તેજી જોવા મળી રહી છે. આજે ઓટો અને FMCGની સાથે રિયલ્ટી અને PSU બેન્કના શેરોમાં સારી મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : SIPમાં વધતુ રોકાણ: કાર કંપનીઓ માટે ચિંતાનો વિષય
સેન્સેક્સના આ શેરોમાં ઉછાળો જોવા મળ્યો
સેન્સેક્સના 30માંથી 24 શેર ઉછાળા સાથે ટ્રેડિંગ કરી રહ્યા છે. જેમાં M&M, HUL, ટાટા મોટર્સ, HCL ટેક, બજાજ ફિનસર્વ, HDFC બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી એરટેલ, HDFC, બજાજ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા, સન ફાર્મા, નેસ્લે, L&T, ITC, NTPC, પાવરગ્રીડ, મારુતિ સુઝુકી, કોટક મહિન્દ્રા બેંક, એશિયન પેઇન્ટ્સ, ટાઇટન, વિપ્રો, SBI, ICICI બેંકના શેરોમાં ઉછાળા સાથે લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે.