ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું; સેન્સેક્સ-નિફ્ટીમાં મામૂલી ઉછાળો

Text To Speech

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી: 2025: બુધવારે મહાશિવરાત્રીની રજા બાદ ગુરુવારે સ્થાનિક શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંકો લીલા રંગમાં ખુલ્યા. શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સ 104 પોઈન્ટના વધારા સાથે અને નિફ્ટીએ 21 પોઈન્ટના વધારા સાથે કારોબાર શરૂ કર્યો. શરૂઆતના કારોબારમાં અમેરિકન ડોલર સામે રૂપિયો ૧૪ પૈસા ઘટીને ૮૭.૩૩ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેરમાં ઘટાડો અને 10 શેરમાં તેજી છે. નિફ્ટીના 50 શેરોમાંથી 33 શેરોમાં ઘટાડો અને 17 શેરોમાં તેજી છે.

બુધવારે મહાશિવરાત્રીની રજા બાદ આજે ભારતીય શેરબજારમાં ગ્રીન ઝોનમાં કારોબાર શરૂ થયો. ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે શેરબજારમાં BSE સેન્સેક્સ 104.48 પોઈન્ટના વધારા સાથે 74,706.60 પોઈન્ટ પર ખુલ્યો. બીજી તરફ, NSEનો નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 21.40 પોઈન્ટના વધારા સાથે 22,568.95 પોઈન્ટ પર ખુલ્યો.

બજાર ખુલતાની સાથે જ, શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ, હિન્ડાલ્કો, બજાજ ફિનસર્વ, જેએસડબ્લ્યુ સ્ટીલ નિફ્ટી પર વધારા સાથે કારોબાર કરી રહ્યા હતા, જ્યારે ટ્રેન્ટ, એસબીઆઇ લાઇફ, હીરો મોટોકોર્પ, ટેક મહિન્દ્રા, ઓએનજીસી નુકસાન સાથે કારોબાર કરી રહ્યા હતા. NSE ક્ષેત્રીય સૂચકાંકોમાં, ઓટો સેક્ટર 0.86%, મીડિયા 0.92% અને રિયલ્ટી 0.51% ઘટાડો છે. જ્યારે મેટલ અને ફાઇનાન્સિયલ સર્વિસમાં તેજી છે.

આ પણ વાંચો….બેવરલી હિલ્સ પોલો ક્લબના ટ્રેડમાર્કના ઉલ્લંઘન સામે એમેઝોનને 39 મિલીયન ડોલરનો દંડ

Back to top button