શેરબજાર લાલ નિશાનમાં ખૂલ્યું: જાણો સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ


નવી દિલ્હી, ૧૮ ફેબ્રુઆરી: ૨૦૨૫; મંગળવારે પણ શેરબજાર લાલ નિશાનમાં ખૂલ્યું છે. અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે, ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો ઘટાડા સાથે ખુલ્યા હતા. શેરબજારમાં શરૂઆતના કારોબારમાં PSU બેંક, મેટલ અને રિયલ્ટી સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી. સવારે લગભગ ૯.૩૭ વાગ્યે, સેન્સેક્સ ૧૯૩.૧૦ પોઈન્ટ ઘટીને ૭૫,૮૦૩.૭૬ પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૭૬.૯૫ પોઈન્ટ ઘટીને ૨૨,૮૮૨.૫૫ પર ટ્રેડ કરી રહ્યો હતો.
વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો વચ્ચે, ભારતીય શેરબજાર (શેર માર્કેટ ટુડે) 18 ફેબ્રુઆરી, મંગળવારના રોજ લીલા નિશાનમાં ખુલ્યા પછી ઘટાડાનો સામનો કરવાનું શરૂ કર્યું છે. આજે એટલે કે 18 ફેબ્રુઆરીએ સેન્સેક્સ ૩૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 50 પોઈન્ટ ઘટીને 22,900ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.
જ્યારે અન્ય એશિયન શેરબજારની વાત કરીએ કોરિયાના કોસ્પીમાં 0.49%નો વધારો થયો છે. હોંગકોંગનો હેંગ સેંગ 1.85% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.29% વધ્યો છે. ક્વોલિટી પાવર ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સના IPO માટે બિડ કરવાનો આજે છેલ્લો દિવસ છે. કંપનીના શેર 21 ફેબ્રુઆરીએ BSE અને NSE પર લિસ્ટ થશે. 17 ફેબ્રુઆરીએ વિદેશી રોકાણકારો (FII) એ 3,937.83 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. આ સમયગાળા દરમિયાન સ્થાનિક રોકાણકારો (DIIs) એ 4,759.77 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.
આ પણ વાંચો..અદાણી ગ્રૂપનો હવે દેશભરમાં શિક્ષાયજ્ઞ : 20 શાળાઓ ખોલવા માટે 2,000 કરોડ રૂપિયાના દાનની જાહેરાત