ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

Swiggy ના લિસ્ટિંગથી રોકાણકારો હેરાન, પ્રથમ દિવસે જ થઈ આટલી કમાણી!

Text To Speech

Swiggy Listing: ભારતીય શેરબજારમાં ઘટાડાના વલણ વચ્ચે આજે સ્વિગીનું લિસ્ટિંગ થયું હતું. જીએમપીથી વિપરીત તેનું શાનદાર લિસ્ટિંગ થયું હતું. કંપનીના પ્રાઇસ બેન્ડ 390 રૂપિયાની તુલનાએ એનએસઈ પર તેનું લિસ્ટિંગ 420 રૂપિયા પ્રતિ શેરના ભાવે થયું હતું, એટલે કે 7.69 ટકા વધુ ભાવે લિસ્ટિંગ થતાં રોકાણકારો ખુશ થયા હતા.

લિસ્ટિંગ પહેલા સ્વિગીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ શૂન્ય હતું. બીડિંગ બાદ સતત જીએમપીમાં ઘટાડો થતો હતો. જેને ફ્લેટ લિસ્ટિંગનો સંકેત માનવામાં આવતો હતો. ગ્રે માર્કેટમાં સારો રિસ્પોન્સ ન હોવા છતાં શેર પ્રીમિયર પર લિસ્ટ થતાં રોકાણકારો, માર્કેટ એક્સપર્ટ હેરાન રહી ગયા હતા.

IPO પ્રાઇસ બેન્ડ રૂ. 371-390  વચ્ચે હતી

શુક્રવારે ટ્રેડિંગ સેશનના છેલ્લા દિવસે સ્વિગીનો રૂ. 11327 કરોડનો પ્રારંભિક IPO સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થયો હતો. આ IPO 3.59 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે સમાપ્ત થયો હતો. પ્રાઇસ બેન્ડ રૂ. 371-390 હતી. વૈશ્વિક બ્રોકરેજ ફર્મ મેક્વેરીના નિષ્ણાતોએ સ્વિગી શેર્સ પર ‘અંડરપરફોર્મ’ રેટિંગ સાથે શેર દીઠ રૂ. 325ના લક્ષ્યની ભલામણ કરી હતી.

નિષ્ણાતોનો અભિપ્રાય

નિષ્ણાતો મુજબ, આગામી સમયમાં સ્વિગીના શેરમાં સારી વૃદ્ધિ જોવા મળી શકે છે. જોકે, પ્રોફિટ બુકિંગને કારણે સ્ટોકને પડકારોનો સામનો કરવો પડી શકે છે. રિસર્ચ એનાલિસ્ટે ગાળા માટે સ્વિગીના શેર હોલ્ડ કરવાની ભલામણ કરી છે. આનંદ રાઠી શેર એન્ડ સ્ટોક બ્રોકર્સે જણાવ્યું હતું કે, અમે માનીએ છીએ કે સ્વિગી ઝડપી બિઝનેસમાં વિશાળ તકનો લાભ ઉઠાવવા માટે સારી સ્થિતિમાં છે. તે ખૂબ મૂલ્યવાન છે અને આ સ્ટોક લાંબા ગાળા માટે રાખી શકાય છે.

આ પણ વાંચોઃ ડૉલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે પહોંચ્યો, જાણો કેમ ગગડી રહ્યું છે ભારતીય ચલણ

Back to top button