ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

FIIની સેલ ઇન્ડિયા, બાય ચાઇના વ્યૂહરચના ઉંઘા માથે પછડાઈ, જાણો કારણ

નવી દિલ્હી, તા. 25 નવેમ્બર, 2024: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) ની ‘સેલ ઇન્ડિયા, બાય ચાઇના’ (ભારતમાં વેચો, ચીનમાં ખરીદો) વ્યૂહરચના નિષ્ફળ રહી છે. આ વ્યૂહરચના દ્વારા, આ રોકાણકારો વધુ સારું વળતર મેળવવા માટે ભારતીય બજારોમાંથી નાણાં ઉપાડીને ચીનના શેરબજારમાં રોકાણ કરવા માંગતા હતા. પરંતુ એફઆઈઆઈનો આ દાવ અવળો પડ્યો છે. હવે આ ‘બુદ્ધુ’ રોકાણકારો ભારતમાં ક્યારે પાછા આવે છે તે જોવાનું બાકી છે.

આ કારણો છે જવાબદાર

ચીન અને હોંગકોંગના શેર બજારોમાં શુક્રવારે ઘટાડો નોંધાયો હતો. બ્લૂ-ચિપ CSI300 અને શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સમાં 9 ઓક્ટોબર પછીનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો જોવા મળ્યો હતો. મોટી ટેક કંપનીઓના પરિણામ અપેક્ષા કરતા નબળા આવ્યા હતા. ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પની ચીન પ્રત્યેની ભાવિ નીતિઓ અંગે ચિંતા છે. અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પની જીત બાદ ચીન અંગે તેમનું વલણ કડક રહેવાની ધારણા છે.

શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 3.06 ટકાના ઘટાડા સાથે 3,267.19 પર બંધ રહ્યો હતો. CSI300 ઈન્ડેક્સ 3.1 ટકા ઘટ્યો હતો. નાણાકીય ક્ષેત્રમાં 3.38 ટકા, કન્ઝ્યુમર સ્ટેપલ્સમાં 2.96 ટકા, રિયલ એસ્ટેટમાં 2.95 ટકા અને હેલ્થકેરમાં 3.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

PDD અને Baidu બંનેને ગ્રાહક માંગના સૂચકાંકો માનવામાં આવે છે, બંનેએ નબળી રેવન્યૂની જાણકારી આપી હતી. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, એઆઈમાં અગ્રણી બાયડુના વેચાણમાં બે વર્ષથી વધુ સમયમાં સૌથી વધુ ઘટાડો થયો છે. ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પીડીડીએ નફામાં ઘટાડાની ચેતવણી આપી છે.

‘સેલ ઇન્ડિયા બાય ચાઇના’ વ્યૂહરચના શું છે?

ચીનના પ્રોત્સાહનના અહેવાલો વચ્ચે ‘સેલ ઈન્ડિયા, બાય ચાઇના’ (ભારતમાં વેચો, ચીનમાં ખરીદો) વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી હતી. ચીનની સરકારે આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે માળખાગત ખર્ચ, કરવેરામાં કાપ અને નાણાકીય નીતિમાં સરળતા સહિત શ્રેણીબદ્ધ પ્રોત્સાહન પગલાં અમલમાં મૂક્યા હતા. તેનાથી વિપરીત, ભારતને નિરાશાજનક ત્રિમાસિક પરિણામોનો સામનો કરવો પડ્યો હતો. પરિણામે, એફઆઇઆઇ અને વિદેશી રોકાણકારોએ ભારતીય શેરોમાં તેમનો હિસ્સો ઘટાડવાનું અને ચીની શેરોમાં તેમનું રોકાણ વધારવાનું શરૂ કર્યું હતું.

FII એ કેટલા પૈસા ઉપાડ્યા?

માર્કેટ એક્સપર્ટે જણાવ્યું હતું કે, એફઆઇઆઇએ નવેમ્બરમાં 22મી તારીખ સુધી વેચાણ ચાલુ રાખ્યું હતું. ઓક્ટોબરમાં એક્સ્ચેન્જ દ્વારા ₹ 1,13,858 કરોડના શેર વેચ્યા બાદ એફઆઇઆઇએ નવેમ્બરમાં 22મી તારીખ સુધીમાં ₹41,872 કરોડના શેર વેચ્યા છે. જોકે પ્રાથમિક બજારો દ્વારા એફઆઈઆઈની ખરીદીનો ટ્રેન્ડ પણ ચાલુ રહ્યો હતો અને નવેમ્બરમાં 22મી તારીખ સુધી ₹15,339 કરોડની ખરીદી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર પરિણામની અસર, શેરબજારમાં 1000 પોઇન્ટનો ઉછાળો

Back to top button