મોદી 3.0ના શપથ બાદ શેરબજારે નવો રેકોર્ડ સર્જ્યો, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઇમ હાઈ પર
- સેન્સેક્સમાં 373.15 પોઈન્ટ અને નિફ્ટી 115.40 પોઈન્ટનો વધારો નોંધાયો
નવી દિલ્હી, 10 જૂન: મોદી 3.O સરકારની શરૂઆત થઈ ચૂકી છે. મોદી 3.O કેબિનેટે રવિવારે શપથ લીધા છે. ત્યારે શપથ લીધા બાદ આજે ભારતીય શેરબજાર નવી ઊંચાઈએ પહોંચી ગયું હતું. સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળા સાથે ટ્રેડિંગ શરૂ થયું હતું. સેન્સેક્સ 373.15 પોઈન્ટ અથવા 0.49 ટકાના વધારા સાથે 77,066.51 પર અને નિફ્ટી 115.40 પોઈન્ટ અથવા 0.50 ટકાના વધારા સાથે 23,405.60 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ પહેલીવાર છે જ્યારે સેન્સેક્સે 77000ની સપાટી વટાવી હોય. આ બાદ શેરબજારમાં ટ્રેડ નીચે જતો જોવા મળ્યો છે.
આ સાથે આજે અદાણી ગ્રુપના તમામ શેર્સમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. અદાણી પાવરના શેરમાં સૌથી વધુ 4.36%નો વધારો જોવા મળ્યો હતો. જેના કારણે અદાણી ગ્રુપની તમામ લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 17.5 લાખ કરોડને વટાવી ગયું હતું.
નિફ્ટીના ટોપ ગેઇનર્સ શેરોમાં ક્યા-ક્યા?
શરૂઆતના કારોબારમાં નિફ્ટીના ટોપ ગેઇનર્સ શેરોમાં અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ કોર્પ, કોલ ઈન્ડિયા, બજાજ ઓટો અને શ્રીરામ ફાઈનાન્સનો સમાવિષ્ટ હતા. જ્યારે ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, એલટીઆઈમિન્ડટ્રી અને હિન્દાલ્કો ટોપ લુઝર્સમાં હતા. તે જ સમયે, IT અને મેટલ સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો પીએસયુ બેંક અને ઓટો શેર્સમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો. ગયા સપ્તાહે BSE સેન્સેક્સ 2,732.05 પોઈન્ટ અથવા 3.69 ટકા વધ્યો હતો જ્યારે નિફ્ટી 759.45 પોઈન્ટ્સ અથવા 3.37 ટકા વધ્યો હતો.
આ પણ જુઓ: શપથ લેતાની સાથે જ મોદી 3.0 સરકાર એક્શનમાં, સાંજે કેબિનેટની પ્રથમ બેઠક