- નિફ્ટીમાં પણ 240 પોઈન્ટનો ઘટાડો
- BSE પર લિસ્ટેડ 30માંથી 29 કંપનીઓના શેર લાલ નિશાન પર થઇ રહ્યા છે ટ્રેડ
- મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M શેર) જે લાર્જ કેપ કંપનીઓમાં સામેલ છે તે લગભગ 7 ટકા ઘટ્યો
મુંબઈ, 10 જુલાઈ : ભારતીય શેરબજારમાં ગઈકાલે મંગળવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ ફરી 80,000ના સ્તરને પાર કરી ગયો હતો, ત્યારે આજે બુધવારે આ ઉછાળો ચાલુ ન રહી શક્યો અને શરૂઆતની મિનિટોમાં જ શેરબજાર તૂટી પડ્યું. સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે જ્યારે NSE નિફ્ટી 240 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
રેકોર્ડ સ્તરને સ્પર્શ્યા બાદ સેન્સેક્સ તૂટ્યો
સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેના અગાઉના 80,351ના બંધથી લીડ લઈને સેન્સેક્સ ઇન્ડેકસે 80,451.36ના નવા સર્વકાલીન ઉચ્ચ સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું હતું, પરંતુ તે વેગ જાળવી શક્યો ન હતો. આજે સવારે 10.40 વાગ્યે, સેન્સેક્સ 858.37 ના ઘટાડા સાથે 79,505 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. પાછલા ટ્રેડિંગ દિવસે તે રૂ.80,000ની ઉપર બંધ થયો હતો.
આ પણ વાંચો : એલ્વિશ યાદવની મુશ્કેલી વધી: EDએ મોકલ્યું નવું સમન્સ, પૂછપરછ માટે તેડું
નિફ્ટીમાં પણ 1.04 ટકાનો ઘટાડો
સેન્સેક્સની જેમ નિફ્ટી-50 પણ ખરાબ રીતે તૂટ્યો. NSE ઇન્ડેક્સે 24,459.85 ના સ્તરે ટ્રેડિંગ કરવાનું શરૂ કર્યું, જે તેના અગાઉના 24,433 ના બંધ કરતાં વધુ હતું, અને થોડીવારમાં, તે સેન્સેક્સની રેખામાં આવી ગયું. NIFTY 252.95 અથવા 1.04 ટકાના ઘટાડા સાથે 24,180.25 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.
આ 5 શેર સૌથી વધુ તૂટ્યા
શેરબજારમાં અચાનક આવેલા આ મોટા ઘટાડાને કારણે BSE પર લિસ્ટેડ 30માંથી 29 કંપનીઓના શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. જેમાં પાંચ શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો, તેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M શેર), જે લાર્જ કેપ કંપનીઓમાં સામેલ છે, તેનો શેર લગભગ 7 ટકા ઘટીને રૂ. 2720 થયો હતો. મિડ કેપ કંપનીઓમાં, SAIL શેર 4.27% ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો અને SJVN સ્ટોક 3.75% ડાઉન ટ્રેડ થઈ રહ્યો હતો. સ્મોલ કેપ કંપનીઓમાં, TARC શેર 7% અને NFL શેર 6% ઘટ્યો છે.
આ મોટા શેરો પણ રેડ ઝોનમાં
સૌથી વધુ ઘટેલા 5 શેરો સિવાય જે શેરોમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. તેમાં એચસીએલ ટેક શેર 3%, ટાટા સ્ટીલ શેર 2%, ટાટા મોટર્સ શેર 1.80%, અલ્ટ્રાટેક સિમેન્ટ શેર 1.50% અને રિલાયન્સ શેર 1.50%ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાતનાં 40થી વધુ તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ, વીજળી પડતા 3 લોકોના મૃત્યુ