ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

શેરબજાર ખુલતાની સાથે જ ક્રેશ, સેન્સેક્સ 700 પોઈન્ટ લપસી ગયો તો ટાટાનો શેર ધરાશાયી

  • ચોથા તબક્કાના મતદાન સમયે નેશનલ સ્ટોક નિફ્ટી પણ ઉથલપાથલ જોવા મળી

HD ન્યૂઝ ડેસ્ક, 13 મે: સપ્તાહના પ્રથમ દિવસે ફરી એકવાર શેરબજાર ક્રેશ થઈ ગયું છે. હાલ જ્યારે એક તરફ દેશમાં લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ શેરબજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સમાં 700 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક નિફ્ટી પણ ગબડતી જોવા મળી હતી. ગયા અઠવાડિયે શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી.

સેન્સેક્સ થોડીવારમાં જ પડી ભાંગ્યો 

સોમવારે શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત લાલ નિશાનમાં ઘટાડા સાથે થઈ હતી. ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે BSE સેન્સેક્સ 239.16 પોઈન્ટ ઘટીને 72,425.31 પર ખુલ્યો હતો, તે 72,664.47 પર બંધ થયો હતો. આ ઘટાડો ટ્રેડિંગની માત્ર 5 મિનિટમાં જ તીવ્ર બની ગયો હતો, સવારે 9.50 વાગ્યે, BSE સેન્સેક્સ 743.60 પોઈન્ટ્સ અથવા 1.02 ટકાના ઘટાડા સાથે 71,921.87 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો.

નિફ્ટીમાં પણ મજબૂત ઘટાડો

સેન્સેક્સની જેમ જ શેરબજારનો બીજો સૂચકાંક નિફ્ટી (નિફ્ટી50) પણ 100થી વધુ પોઈન્ટ્સ લપસી ગયો હતો. તે 22,055ના પાછલા બંધ સ્તરથી 58.70 પોઈન્ટ ઘટીને 21,996.50ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું હતું અને સવારે 9.50 વાગ્યે, તે 222.90 પોઈન્ટ્સ અથવા 1.01 ટકાના ઘટાડા સાથે 21,832.30 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

સોમવારે શેરબજારમાં કારોબાર શરૂ થતાની સાથે જ 1472 શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે 1026 શેરની શરૂઆત લાલ નિશાનમાં થઈ હતી. 183 શેર હતા જેની સ્થિતિ યથાવત રહી હતી.

ટાટાના બે શેર ખરાબ રીતે પડી ભાંગ્યા 

બોમ્બે સ્ટોક એક્સચેન્જની 30 કંપનીઓમાંથી 27 કંપનીઓના શેરમાં ઘટાડો છે. જેમાં સૌથી મોટો ઘટાડો ટાટા મોટર્સના શેરમાં થયો છે, તે 7.88 ટકા ઘટીને રૂ. 964.35ના સ્તર પર આવી ગયો છે. અન્ય લાર્જ કેપ કંપનીઓની વાત કરવામાં આવે તો ટાટા સ્ટીલનો શેર 2.28 ટકાના ઘટાડા સાથે રૂ. 158.65 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સિવાય JSW સ્ટીલનો શેર 2.24 ટકા ઘટીને રૂ.834.65 પર ટ્રેડ કરી રહ્યો હતો.

કયા શેરોમાં નાણાંની ખોટ ગઈ?

મિડકેપ કંપનીઓ વિશે વાત કરવામાં આવે તો, બેન્ક ઓફ ઈન્ડિયાનો શેર 10.48 ટકા ઘટીને રૂ. 124.30, યુનિયન બેન્કનો શેર 6.76 ટકા ઘટીને રૂ. 132.45 અને PEL શેર રૂ. 4.15 ટકા ઘટીને રૂ. 812.45 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

શરૂઆતના કારોબારમાં સ્મોલ કેપ કંપનીઓના શેરમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. તેમાંથી, ન્યુલેન્ડલેબ શેર 12.97 ટકા ઘટીને રૂ. 6208.90 થયો હતો, જ્યારે SOTL(Savita Oil Technologies Ltd) શેર 11.37 ટકાના ઘટાડા સાથે રૂ. 496 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સિવાય Reesponind Share પણ 8.57 ટકા ઘટીને રૂ. 264.05 પર આવી ગયો છે.

આ પણ જુઓ: ચૂંટણી સમયે શેરબજારમાં કેમ થઈ રહી છે ઉથલપાથલ, જાણો

Back to top button