શેરબજાર ખૂલતા જ કડાકો, સેન્સેક્સ 400 અને નિફ્ટી 50 પોઈન્ટથી વધુ તૂટ્યા
નવી દિલ્હી, ૮ જાન્યુઆરી: નબળા વૈશ્વિક સંકેતો છતાં સ્થાનિક શેરબજારમાં આજે એટલે કે બુધવાર, 8 જાન્યુઆરીએ મજબૂત શરૂઆત થયા બાદ હવે શેરબજાર કથળ્યું છે. સેન્સેક્સ-નિફ્ટી બંને હવે રેડમાં છે. વહેલી સવારના ટ્રેડિંગમાં, સેન્સેક્સ 78,173 ની આસપાસ છે ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ સેન્સેક્સમાં 400થી વધુ પોઈન્ટ્સનો ઘટાડો નોંધાયો હતો જ્યારે નિફ્ટી 23,716 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 47 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો, જે 50,155ના સ્તરે પહોંચ્યો હતો. જોકે, મિડકેપ 100 ઇન્ડેક્સ નજીવો ઊંચો 56,886 પર રહ્યો હતો.
સેન્સેક્સે 78,319.45 પર ટ્રેડિંગ શરૂ કર્યું. ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ સેન્સેક્સમાં 400થી વધુ પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો હતો, જે તેને 77,898.6ની નીચી સપાટીએ લઈ ગયો હતો. જોકે, સેન્સેક્સ સુધરીને ફરી 78,000ની સપાટીને સ્પર્શી ગયો હતો. તે જ સમયે, આજે ટ્રેડિંગ દરમિયાન નિફ્ટીમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. સવારે 10:00 વાગ્યા સુધી નિફ્ટી 43 પોઈન્ટ લપસી ગયો હતો. જાપાનના નિક્કીમાં પણ 0.35%નો ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય કોરિયાનો કોસ્પી 1.23% વધ્યો હતો.
વિદેશી મૂડીની સતત ઉપાડ અને નબળા વૈશ્વિક બજારના વલણો વચ્ચે બુધવારે શરૂઆતના વેપારમાં મુખ્ય શેરબજારના સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થયો હતોઆજે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 12માં ઉછાળો હતો જ્યારે 18 ડાઉન હતા. તે જ સમયે, નિફ્ટી 50ના 31 શેરોમાં વધારો અને 14માં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય 6માં કોઈ ફેરફાર થયો નથી.ત્યારબાદ અદાણી પોર્ટ્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, ટાટા સ્ટીલ અને એનટીપીસી જેવા શેરો લાલ નિશાનમાં હતા. બીજી તરફ રિલાયન્સ, TCS, મારુતિ, M&M, સન ફાર્મા અને ICICI બેન્કમાં મજબૂતી જોવા મળી હતી.
આ પણ વાંચો..Income Tax Savings Tips: ઈન્વેસ્ટમેન્ટ પ્રૂફ આપતી વખતે ધ્યાનમાં રાખો આ ટિપ્સ, હજારોની બચત થશે