ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

શેરબજાર ક્રેશ: સેન્સેક્સ 1400 પોઈન્ટ તૂટ્યો, એક જ ઝાટકે 3 લાખ કરોડનું ધોવાણ

  • અદાણીની ત્રણ કંપનીને SEBI દ્વારા નોટિસ ફટકારવામાં આવી હોવાને કારણે શેરબજાર ક્રેશ થયું હોવાનું અનુમાન 

HD ન્યૂઝ ડેસ્ક, 3 મે: શેરબજારમાં આજે શુક્રવારે શાનદાર ઉછાળા બાદ મોટો કડાકો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ આજના દિવસે ઉચ્ચ સ્તરેથી 1400 પોઈન્ટ ઘટીને નીચે આવ્યો છે, જ્યારે નિફ્ટીમાં લગભગ 400 પોઈન્ટ્સનો ઘટાડો થયો છે.  શરૂઆતના ટ્રેડિંગમાં શાનદાર ઉછાળા બાદ શેરબજારે અચાનક યુ-ટર્ન લીધો છે. સેન્સેક્સ તેના ઉચ્ચ સ્તરથી 2 ટકા અથવા 1434 પોઈન્ટ નીચે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી 22,794ના સર્વકાલીન ઉચ્ચ સ્તરને સ્પર્શી ગયો હતો, જ્યાંથી તે લગભગ 1.60 ટકા અથવા 400 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. શેર બજાર ક્રેશ થવા પાછળનું કારણ ગૌતમ અદાણીની ત્રણ કંપનીને SEBI દ્વારા નોટિસ ફટકારવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

શેરબજારની શું છે પરિસ્થિતિ?

બપોરે 1 વાગ્યે નિફ્ટી 250 પોઈન્ટ ઘટીને 22,400 પર ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે સેન્સેક્સ 916 પોઈન્ટ ઘટીને 73,695 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે બેંક નિફ્ટી 475 પોઈન્ટથી વધુના ઘટાડા બાદ 48,765ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ BSEના ટોચના 30 શેરોમાંથી 25 શેરોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. બજાજ ફાઇનાન્સના શેરમાં 2 ટકાનો વધારો થયો છે. સૌથી મોટો ઘટાડો ભારતી એરટેલમાં 2.42 ટકા આવ્યો છે. NSE પરના 2,553 શેરોમાંથી 763 શેરો વધી રહ્યા છે, જ્યારે 1,689 શેરોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને 101 શેરો યથાવત છે. 133 શેર 52 સપ્તાહની ઊંચી સપાટીએ અને 7 નીચા સ્તરે પહોંચ્યા છે. 87 શેરોમાં અપર સર્કિટ છે અને 37માં લોઅર સર્કિટ છે. ઉલ્લેખનીય છે કે, આજે સેન્સેક્સ 460 પોઈન્ટ વધીને 75,095.18ની સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી લગભગ 150 પોઈન્ટ વધીને 22,794ના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

કયા 6 શેરોમાં મોટો ઘટાડો નોંધાયો?

શેરબજારમાં ભારે ઘટાડાને કારણે CEAT ટાયરનો સ્ટોક 4.2 ટકા, જ્યોતિ લેબ્સ 3.6 ટકા, બ્લુ સ્ટાર સ્ટોક 3 ટકા, MRF સ્ટોક 3 ટકા, ટાટા ટ્રેન્ટનો સ્ટોક 3 ટકા અને ICICI લોમ્બાર્ડ સ્ટોક 2.7 ટકા ઘટ્યો છે.

શેરબજારમાં અચાનક પલટો કેમ આવ્યો?

શુક્રવારે ઉછાળા પછી, હેવીવેઇટ શેરોમાં પ્રોફિટ બુકિંગનો દબદબો રહ્યો, જેના કારણે શેરબજાર નીચે તરફ આગળ વધવા લાગ્યું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, HDFC બેંક અને IT શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. બીજું કારણ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરુવારે રૂ. 964 કરોડના શેર વેચ્યા હતા. ત્રીજું મોટું કારણ એ છે કે, સેન્સેક્સની પણ આજે એક્સપાયરી છે.

 લોકોના આટલા કરોડો રૂપિયા આજે ધોવાઈ ગયા 

BSE પર તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે રૂ. 3 લાખ કરોડ ઘટીને રૂ. 405.83 લાખ કરોડ થયું છે. જેનો અર્થ એ થયો કે, BSE શેર્સમાં રોકાણ કરનારાઓની સંપત્તિમાં આજે રૂ. 2.67 લાખ કરોડનો ઘટાડો થયો છે.

આ પણ જુઓ: અદાણી જૂથઃ એન્ટરપ્રાઈઝનો નફો ઘટ્યો, પોર્ટ્સમાં વધ્યો, ડિવિડન્ડ પણ જાહેર કર્યું

Back to top button