બિઝનેસ

શેરબજારનું કચ્ચરઘાણ: 1200 પોઈન્ટ તૂટયો સેન્સેક્સ, નિફ્ટી 355 પોઈન્ટ ગબડ્યો

Text To Speech

આજે અઠવાડિયાનાં પહેલા જ કારોબારી દિવસે શેરબજારમાં મંદી જોવા મળી. બજાર ખૂલતાં જ સેન્સેક્સ 1,220.76 પોઇન્ટ્સ અને નિફ્ટી 355 પોઈન્ટ ગબડીને અનુક્રમે 57,613.11 અને 17,203.90 પર ટ્રેડિંગ થઈ રહ્યો છે.

બજાર ખૂલતાની સાથે ધડામ

ભારતીય શેરબજારમાં આજે એટલા મોટા ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું છે, બજાર ખુલતા પહેલા પ્રી-ઓપનિંગમાં જ 2 ટકાથી વધુ તૂટ્યો હતો. આજે સેન્સેક્સ લગભગ 1200 પોઈન્ટ ડાઉન છે અને નિફ્ટી 355 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો છે. આઈટી ઈન્ડેક્સ 1000થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો છે

સેન્સેક્સમાં 1500 પોઈન્ટની નજીકનો ઘટાડો

આજના કારોબારમાં પ્રી-ઓપન ટ્રેડમાં પણ લાલ નિશાની આવરી લેવામાં આવી છે. પ્રી-ઓપનમાં જ માર્કેટ 2 ટકાથી વધુ લપસી ગયું છે. BSEના તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઘટ્યા છે. પ્રી-ઓપનમાં સેન્સેક્સમાં 1500 પોઈન્ટની નજીકનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

Back to top button