ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

શેરબજાર ધડામ, સેન્સેક્સ 1000 પોઈન્ટ ઘટ્યો, રોકાણકારોના 17 લાખ કરોડ સ્વાહા

Text To Speech

નવી દિલ્હી, 13 જાન્યુઆરી, 2025: સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન, BSE સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો જ્યારે નિફ્ટી 500 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો. જેના કારણે છેલ્લા ચાર કારોબારી દિવસમાં રોકાણકારોના આશરે 17 લાખ કરોડ સ્વાહા થઈ ગયા છે. અમેરિકન ડોલર સામે રૂપિયો ગગડી રહ્યો છે. સોમવારની શરૂઆતમાં અમેરિકન ડોલર સામે રૂપિયો 23 પૈસા તૂટીને 86.7ના ઓલ ટાઈમ લો પર પહોંચી ગયો હતો.

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં કડાકો બોલ્યો હતો. બપોરે 2.12 કલાકે સેન્સેક્સ 960 અને નિફ્ટી 326 પોઇન્ટના ઘટાડા સાથે કારોબાર કરતાં હતા. છેલ્લા થોડા દિવસોથી ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મિડ કેપ અને સ્મોલ કેપ સેગમેન્ટમાં વેચવાલી જોવા મળી રહી છે. છેલ્લા 20 વર્ષોમાં, કુંભ મેળા દરમિયાન દર વખતે શેરબજારમાં ઘટાડો થયો છે. સૌથી મોટો ઘટાડો 2015માં નાસિકમાં યોજાયેલા કુંભ મેળા દરમિયાન જોવા મળ્યો હતો.

બપોરે 2.30 વાગ્યે, BSE સેન્સેક્સ 893.55 પોઈન્ટ અથવા 1.15% ઘટીને 76,485.36 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 321.10 પોઈન્ટ અથવા 1.37% ઘટીને 23,110.40 પર ટ્રેડ થઈ રહ્યો હતો. દરમિયાન, BSE પર લિસ્ટેડ બધી કંપનીઓનું માર્કેટ કેપ ૧૧.૭૪ લાખ કરોડ રૂપિયા ઘટીને ૪૧૮.૫૭ લાખ કરોડ રૂપિયા થયું.સેન્સેક્સની ૩૦ કંપનીઓમાં એશિયન પેઇન્ટ્સ, ઝોમેટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચડીએફસી બેંક, બજાજ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ, કોટક મહિન્દ્રા બેંક અને ટાટા સ્ટીલ મુખ્ય ઘટ્યા હતા. બીજી તરફ, ઇન્ડસઇન્ડ બેંક, એક્સિસ બેંક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને હિન્દુસ્તાન યુનિલિવરના શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

આ પણ વાંચો..લાવાએ લોન્ચ કરી સસ્તી સ્માર્ટવોચ: AMOLED ડિસ્પ્લે સાથે છે GPS સપોર્ટ

Back to top button