શેરબજાર આઠ દિવસ બાદ ધડામઃ સેન્સેક્સે તોડ્યું 63 હજારનું લેવલ
ગ્લોબલ માર્કેટમાં મંદીની અસરે આજે ટ્રેડિંગ વીકના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે સેન્સેક્સ 415 પોઇન્ટના ઘટાડા સાથએ 62828 પર બંધ રહ્યો હતો. આજે સવારે શરૂઆતના ટ્રેડિંગ અવર્સમાં શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે આ પહેલા ડોમેસ્ટિક શેર બજારમાં આઠ દિવસથી તેજીનું વલણ હતુ.
માર્કેટ ખુલ્યા બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો આવ્યો હતો, પરંતુ સમાર્કેટ બંધ થવાના સમયે તે વધુ ઘટ્યો હતો. નિફ્ટી 116 પોઇન્ટના ઘટાડા સાથે 18696 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટીબેંક 156 પોઇન્ટના ઘટાડા સાથે 43103 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ ખુલ્યો ત્યારે 62978 પર ઓપન થયો હતો.
ભારતીય શેરબજાર પર આજે વૈશ્વિક માર્કેટમાં આવેલા ઘટાડાને કારણે દબાણ હતુ. આ સપ્તાહમાં સેન્સેક્સે ઘણીવાર નવી ઊંચાઈઓને સ્પર્શ કરી અને રેકોર્ડ બનાવ્યા હતા.રોકાણકારોની મૂડીમાં પણ લગભગ 9 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો. સેન્સેકસ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં 185 અંકોની મજબૂતી સાથે 63,284 પર પહોંચી ગયો જ્યારે નિફ્ટી 54 અંક વધીને 18,812 પર બંધ થયો હતો.