સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં રોકાણકારોની ખરીદી અને વૈશ્વિક સંકેતોને કારણે શુક્રવારે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. આજે કારોબારના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 463 પોઈન્ટના ઉછાળા સાથે 52,729 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 145 પોઈન્ટના ઉછાળા સાથે 15,702 પોઈન્ટ પર બંધ થયો હતો.
શેરબજારમાં શુક્રવારે આઈટી સેક્ટર સિવાય અન્ય તમામ સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી. બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ એનર્જી અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 41 શેર લીલા નિશાનમાં બંધ થયા છે, જ્યારે 9 શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 6 શેર લાલ નિશાનમાં અને 24 શેર લીલા નિશાનમાં બંધ થયા હતા.
મહિન્દ્રા 4.24 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 2.46 ટકા, બજાજ ફાઇનાન્સ 2.43 ટકા, HUL 2.37 ટકા, ICICI બેન્ક 2.07 ટકા, ભારતી એરટેલ 1.59 ટકા, ટાટા સ્ટીલ 1.43 ટકા, નેસ્લે 1.32 ટકા, રિલાયન્સ 1.32 ટકા, HD બેન્ક 1.32 ટકા સુધરીને બંધ થયા હતા.
જો આપણે ઘટતા શેરો પર નજર કરીએ તો, ટેક મહિન્દ્રા 1.04 ટકા, ઇન્ફોસીસ 0.78 ટકા, ટીસીએસ 0.36 ટકા, એચસીએલ ટેક 0.36 ટકા, વિપ્રો 0.13 ટકા, સન ફાર્મા 0.05 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. માઈન્ડટ્રી, એલએન્ડટી ઈન્ફોટેક જેવા આઈટી શેરો પણ બંધ થયા છે.