શેરબજારમાં આજે કેટલો આવ્યો ઉછાળો? જાણો કેવી રહી માર્કેટની ચાલ
મુંબઈ, તા. 2 ડિસેમ્બર, 2024: સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ ભારતીય શેરબજાર માટે શાનદાર રહ્યો હતે. સવારે માર્કેટની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી અને ચઢ-ઉતારની વચ્ચે કારોબારી દિવસના અંતે વધારા સાથે બંધ રહ્યું હતું. કારોબારી દિવસના અંતે સેન્સેક્સ 445.29 અંકના વધારા સાથે 80248.08 અંક પર અને નિફ્ટી 144.95 અંકના ઉછાળા સાથે 24276.05 પર બંધ રહ્યા હતા. રૂપિયો તેની અત્યાર સુધીની સૌથી નીચી સપાટી પરથી પાછો ફર્યો હતો. શરૂઆતના વેપારમાં ડોલરની સરખામણીએ તે બે પૈસા વધીને 84.58 ના સ્તરે પહોંચી ગયો હતો.
FIIની વેચવાલીની બજારના સેન્ટિમેન્ટ પર અસર પડી હતી. સોમવારે બજાર ખૂલતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થયો હતો. શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 493.84 પોઇન્ટ ઘટીને 79,308.95 પર આવી ગયો હતો. નિફ્ટી 122.45 પોઇન્ટના ઘટાડા સાથે 24,08.65 ના સ્તરે પહોંચી ગયા હતા. જોકે ત્યાંથી સુધારો આવ્યો હતો.
કયા શેર વધ્યા અને ક્યા ઘટ્યા
સેન્સેક્સના 30 શેરોમાં ઈન્ડસઇન્ડ બેન્ક, એચડીએફસી બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઇનાન્સ, એનટીપીસી અને હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. જ્યારે મારુતિ, અલ્ટ્રાટેક સિમેન્ટ, અદાણી પોર્ટ્સ અને ટાટા મોટર્સના શેરમાં તેજી જોવા મળી હતી.
એફઆઈઆઈની વેચવાલી
મેન્યુફેક્ચરિંગ અને માઇનિંગ સેક્ટરના નબળા પ્રદર્શન અને નબળા વપરાશને કારણે ચાલુ નાણાકીય વર્ષ 2024-25 ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતની આર્થિક વૃદ્ધિ ઘટીને 5.4 ટકાના બે વર્ષના તળિયે પહોંચી ગઈ છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શુક્રવારે ચોખ્ખા 4,383.55 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.
આ પણ વાંચોઃ જેલમાં પ્રેગ્નન્ટ થવા મહિલા કેદીએ અપનાવી યુક્તિ, વાંચીને માંથુ ખંજવાળશો
તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક – https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S