ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

શેરબજાર લાલ નિશાનમાં બંધ: સેન્સેક્સ અને નિફ્ટીનું ફ્લેટ ક્લોઝિંગ

Text To Speech

નવી દિલ્હી, ૩ માર્ચ: ૨૦૨૫: ભારતીય શેરબજાર મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. સોમવારે મુખ્ય શેર સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ વધારા સાથે કારોબાર શરૂ કર્યો હતો, પરંતુ વિદેશી ભંડોળ પાછું ખેંચી લેવાને કારણે ટૂંક સમયમાં બજાર લાલ થઈ ગયું. સેન્સેક્સ ૧૧૨.૧૬ પોઈન્ટ ઘટીને ૭૩,૦૮૫.૯૪ પર અને નિફ્ટી ૫.૪૦ પોઈન્ટ ઘટીને ૨૨,૧૧૯.૩૦ પર બંધ થયો. મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં સારી રિકવરી જોવા મળી. મિડકેપ ઇન્ડેક્સ લગભગ 1,160 પોઈન્ટના વધારા સાથે બંધ થયો. નિફ્ટી બેંક લગભગ 0.5% ઘટીને બંધ થયો.

તીવ્ર વધઘટ વચ્ચે બજાર થોડા ઘટાડા સાથે બંધ થયું. શેર માર્કેટ ખુલતાની સાથે સવારે ખુશીનો માહોલ હતો. પરંતુ માર્કેટ બંધ થવાના સમયે ધડામ થયુ હતુ. નિફ્ટી 22100 ની નીચે સ્ટોક માર્કેટમાં BSE મિડ અને સ્મોલકેપ ઇન્ડેક્સ થોડા દબાણ સાથે ટ્રેડ કરી રહ્યા છે. રિયલ્ટી, મેટલ, PSE શેરોમાં ખરીદી જોવા મળી હતી જ્યારે IT, ફાર્મા, FMCG, ઓટો સૂચકાંકો વધારા સાથે બંધ થયા હતા. નિફ્ટીમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ, આઇશર મોટર્સ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, વિપ્રો અને જેએસડબ્લ્યુ સ્ટીલના શેર વધ્યા હતા. જ્યારે નિફ્ટીમાં કોલ ઈન્ડિયા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફિનસર્વ, એચડીએફસી બેંક, બજાજ ઓટો સૌથી વધુ ઘટ્યા હતા. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.3 ટકા ઘટીને બંધ થયો, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 0.6 ટકા ઘટીને બંધ થયો.

મીડિયા, પીએસયુ બેંક અને ઓઇલ એન્ડ ગેસ સૂચકાંકો 0.5-1 ટકાના ઘટાડા સાથે બંધ થયા. બીજી તરફ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, આઇટી, મેટલ, રિયલ્ટી ઇન્ડેક્સ 0.5-1 ટકાના વધારા સાથે બંધ થયા. શેરબજારમાં ચાલી રહેલા ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા સતત વેચાણ છે. તેમની ‘ચીનમાં ખરીદી, ભારતમાં વેચાણ’ વ્યૂહરચનાએ ભારતીય રોકાણકારોનું મનોબળ નબળું પાડ્યું છે.

આ પણ વાંચો…માર્ચ સુધીમાં શેરબજારમાં સ્ટેબિલિટી પાછી ફરી શકે છેઃ જાણો કોણે આપ્યું આશ્વાસન?

Back to top button