ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

શેરબજાર ફરી ફ્લેટમાં બંધ: સેન્સેક્સ 10 પોઈન્ટ વધ્યો, નિફ્ટી ડાઉન

Text To Speech

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી: 2025: ભારતીય શેરબજારમાં ફરી ફ્લેટમાં બંધ થયું છે. જેમાં આજે કારોબારના અંતમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 10.31 પોઈન્ટના નજીવા વધારા સાથે 74,612.43 પર બંધ થયો. તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ નો નિફ્ટી 2.5 પોઈન્ટના નજીવા ઘટાડા સાથે 22545.05 ના સ્તરે બંધ થયો હતો. બીએસઈના મિડકેપ ઇન્ડેક્સમાં 0.97 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 2.09 ટકાનો ઘટાડો થયો.

ગુરુવારે શેરબજારની શરૂઆત લીલા નિશાને થઇ હતી પરંતુ થોડી જ મિનિટોમાં માર્કેટ લાલ નિશાનમાં ટ્રેડ થવા લાગ્યું હતું. બપોરે 3.30 કલાકે શેરબજાર ફ્લેટ બંધ થયું. ભારતીય શેરબજારો ખૂબ જ ઓછી રેન્જમાં ટ્રેડ થયા અને અંતે લગભગ ફ્લેટ બંધ થયા હતા.નિફ્ટી સતત સાતમા દિવસે 2 પોઈન્ટના નજીવા ઘટાડા સાથે લાલ નિશાનમાં રહ્યો. બીજી તરફ, સેન્સેક્સ 10 પોઈન્ટના નજીવા વધારા સાથે લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યો. જોકે, નાના અને મધ્યમ કદના શેરોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો.

આજે નિફ્ટીમાં ટ્રેડિંગ દરમિયાન શ્રીરામ ફાઇનાન્સ,બજાજ ફાઇનાન્સ,બજાજ ફિનસર્વ,સન ફાર્મા,હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ ટોચના વધ્યા હતા,જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ,ટ્રેન્ટ,ટાટા મોટર્સ,બજાજ ઓટો અને હીરો મોટોકોર્પ ઘટ્યા હતા. બેંક અને મેટલ સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થયા હતા.ઓટો, મીડિયા, ઉર્જા, તેલ અને ગેસ, મૂડી માલ, રિયલ્ટી અને વીજળીમાં 1-3 ટકાનો ઘટાડો થયો.બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં 1 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં 2 ટકાનો ઘટાડો થયો હતો.

આ પણ વાંચો..YouTube પર જાહેરાતોથી મળશે છૂટકારો, પ્લેટફોર્મ લાવશે નવી અપડેટ

Back to top button