ટોપ ન્યૂઝબિઝનેસ

ઓલ-ટાઈમ હાઈને સ્પર્શ્યા બાદ બંધ થયું શેરબજાર, રોકાણકારોની સંપત્તિમાં શાનદાર ઉછાળો

  • ઓટો, એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરોમાં ખરીદીને કારણે બજારમાં અદભૂત હરિયાળી
  • BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 451.26 લાખ કરોડે પહોંચ્યું

મુંબઈ, 09 જુલાઈ : આજે મંગળવારનું ટ્રેડિંગ સેશન ભારતીય શેરબજાર માટે ઘણું જ શુભ સાબિત થયું છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો તેમની સર્વોચ્ચ સપાટીને સ્પર્શવામાં સફળ રહ્યા. સેન્સેક્સે 80,397.17 પોઈન્ટની નવી ઊંચી સપાટી બનાવી છે જ્યારે નિફ્ટી પણ 24,443.60 પોઈન્ટની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. ઓટો, એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરોમાં ખરીદીને કારણે બજારમાં અદભૂત હરિયાળી જોવા મળી છે. આજના સેશનમાં શરૂઆતી ઘટાડા બાદ મિડકેપ અને નાના શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. BSE સેન્સેક્સ 391.26 પોઈન્ટના ઉછાળા સાથે 80,351 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 112.65 પોઈન્ટના વધારા સાથે 24,433.20 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

રોકાણકારોની સંપત્તિમાં 1.55 લાખ કરોડ રૂપિયાનો વધારો

ભારતીય બજારોમાં જબરદસ્ત વૃદ્ધિને કારણે માર્કેટ કેપિટલાઇઝેશનમાં જોરદાર ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 451.26 લાખ કરોડ પર પહોંચી ગયું છે, જે અગાઉના સત્રમાં રૂ. 449.71 લાખ કરોડ હતું. રોકાણકારોની સંપત્તિમાં 1.55 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

આ પણ વાંચો : આ યોજનાનો લાભ લેવા ખેડૂતોએ E-KYC અને આધાર સીડિંગ કરાવવું ફરજીયાત

સેન્સેક્સના 30 શેરોમાંથી 19 ઉછાળા સાથે બંધ થયા

આજના ટ્રેડિંગ સેશનમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, એફએમસીજી, હેલ્થકેર, ફાર્મા, બેન્કિંગ શેરોમાં ખરીદારી જોવા મળી હતી. જ્યારે આઈટી, ઓઈલ એન્ડ ગેસ અને એનર્જી શેરોમાં ઘટાડો નોંધાયો હતો. આજના સત્રમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદારી જોવા મળી હતી, જેના કારણે નિફ્ટીના મિડકેપ ઈન્ડેક્સ અને સ્મોલકેપ ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 શેર ઉછાળા સાથે બંધ થયા જ્યારે 11 શેરો નુકસાન સાથે બંધ થયા.

મારુતિ સુઝુકીના શેરમાં જોરદાર ઉછાળો

આજના કારોબારમાં મારુતિ સુઝુકીના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે, જે 6.60 ટકાના વધારા સાથે બંધ થયો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.51 ટકા, આઇટીસી 2.09 ટકા, સન ફાર્મા 1.97 ટકા, ટાઇટન 1.96 ટકા, ટાટા મોટર્સ 1.24 ટકા, નેસ્લે 1.05 ટકા, એલએન્ડટી 0.93 ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક 0.8 ટકાના વધારા સાથે બંધ થયા હતા. બજાજ ફિનસર્વ 0.88 ટકા. જ્યારે રિલાયન્સ 0.69 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 0.61 ટકા, બજાજ ફાઇનાન્સ 0.44 ટકા, ટાટા સ્ટીલ 0.29 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.

આ પણ વાંચો : મુંબઈ હિટ એન્ડ રન કેસમાં પોલીસને મોટી સફળતા, મુખ્ય આરોપી મિહિર શાહની ધરપકડ

Back to top button