ગુજરાતટ્રેન્ડિંગબિઝનેસ

શેરબજાર લાલ નિશાનમાં થયું બંધ: જાણો સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ

Text To Speech

નવી દિલ્હી, ૧૯ ફેબ્રુઆરી: ૨૦૨૫: શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં આજે (૧૯ ફેબ્રુઆરી) ઘટાડો નોંધાયો છે. ટ્રેડિંગ દિવસના અંત સુધીમાં, સેન્સેક્સ 28 પોઈન્ટ ઘટીને 75,939.18 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 12 પોઈન્ટ ઘટીને 22,932.90 પર બંધ થયો હતો. મિડકેપ શેરોમાં પણ દિવસભર વોલેટાઇલ રહ્યા. બજાર બંધ થતાં નિફ્ટી મિડકેપ ૫૦ ૧૬૬ પોઈન્ટના વધારા સાથે ૧૪,૧૬૨.૭૫ પર બંધ થયો.

શેરબજારમાં બુધવારે ઘટાડાનો દોર જોવા મળ્યો હતો. શેરમાર્કેટમાં લાલ નિશાનમાં બંધ થયું હતું.સેન્સેક્સ 28 પોઇન્ટના ઘટાડા સાથે 75,873.15 અંક પર બંધ થયો. જ્યારે નિફ્ટી 12 પોઇન્ટના ઘટાડા સાથે 22,917.15 અંકે બંધ થયો. મહત્વનું છે કે સવારે લાલ નિશાનમાં શેરબજાર ખુલ્યુ હતું. થોડા સમય પછી બેન્કિંગ સેક્ટરના પગલે બજારમાં રિકવરી જોવા મળી હતી.મિડકેપ, સ્મોલકેપ શેરોમાં સારી ખરીદી જોવા મળી જ્યારે રિયલ્ટી, પીએસઈ, મેટલ શેરોમાં ખરીદી જોવા મળી. આજના કારોબારમાં ઊર્જા, બેંકિંગ, તેલ-ગેસ સૂચકાંકો વધારા સાથે બંધ થયા.

જોકે, આઇટી, ફાર્મા, એફએમસીજી શેરો દબાણ હેઠળ રહ્યા હતા. જ્યારે નિફ્ટીમાં ડૉ. રેડ્ડીઝ લેબ્સ, ટીસીએસ, એચયુએલ, ઇન્ફોસિસ, અદાણી એન્ટરપ્રાઇઝિસ સૌથી વધુ ઘટ્યા હતા. જ્યારે ભારત ઇલેક્ટ્રોનિક્સ, હિન્ડાલ્કો, એલ એન્ડ ટી, એક્સિસ બેંક, આઇશર મોટર્સ નિફ્ટીના સૌથી વધુ ફાયદાકારક શેર હતા. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 1.2 ટકાના વધારા સાથે બંધ થયો જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 2.4 ટકાના વધારા સાથે બંધ થયો.

આ પણ વાંચો..હવે ઓનલાઈન પેમેન્ટ્સ વધુ સુરક્ષિત બનશે, phonepeએ ડિજિટલ ટોકનાઇઝેશન લોન્ચ કર્યું

Back to top button