ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

દિવાળીના દિવસે પણ શેર માર્કેટ તૂટ્યું, જાણો શું છે સેન્સેકસ-નિફ્ટીની હાલત

Text To Speech

મુંબઈ, 31 ઓક્ટોબર : દિવાળીના દિવસે શેરબજાર લાલ રંગમાં ખુલે છે. BSE 136.22 પોઈન્ટ ઘટીને 79,805.96 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે NSE નિફ્ટી 33.85 પોઈન્ટના ઘટાડા સાથે 24,307.00 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. આજે માસિક એક્સપાયરી થવાને કારણે બજારમાં વધઘટ થઈ શકે છે. તેથી સાવધાનીથી વેપાર કરવા બજારના નિષ્ણાંતોએ સલાહ આપી છે. જો ઘટતા શેરોની વાત કરીએ તો કોટકબેંક, ટાટાસ્ટીલ, એમએન્ડએમ, નેસ્લેઇન્ડ, અડાનીપોર્ટ્સ, ટાટામોટર્સ, ભારતીઆર્ટલ અને એસબીઆઈમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે બુધવારે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. વૈશ્વિક બજારોમાં નબળા વલણ વચ્ચે બેંક અને નાણાકીય શેરોમાં વેચવાલીથી બજાર નુકસાન સાથે બંધ થયું હતું. BSE સેન્સેક્સ 426.85 પોઈન્ટ અથવા 0.53 ટકા ઘટીને 79,942.18 પોઈન્ટ પર બંધ થયો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 126 પોઈન્ટ અથવા 0.51 ટકા ઘટીને 24,340.85 પોઈન્ટ પર બંધ થયો હતો. બજારના નિષ્ણાતોના મતે વિદેશી રોકાણકારોની વેચવાલી અને સ્થાનિક શેરોના મૂલ્યાંકનમાં થોડો સુધારો સ્થાનિક બજાર માટે હકારાત્મક સંકેતો છે.

આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં બજાર હકારાત્મક અને નકારાત્મક એમ બે પરિબળોથી પ્રભાવિત થશે, એમ જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું. સકારાત્મક બાબત એ છે કે FIIના વેચાણમાં ઝડપી ઘટાડો અને મંગળવારે તે રૂ. 548 કરોડ રહ્યો. આ સંકેત છે કે ભારતમાં વેચો અને ચીનમાં ખરીદો’નો ટ્રેન્ડ સમાપ્ત થઈ રહ્યો છે. તેમણે કહ્યું, ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (DII) અને છૂટક રોકાણકારો દ્વારા ખરીદી ચાલુ રહેશે અને FII દ્વારા વેચાણ મધ્યમ રહેશે. નજીકના ભવિષ્યમાં બજારને વેગ મળવાની ધારણા છે. તહેવારોની પણ બજાર પર હકારાત્મક અસર થવાની ધારણા છે.

આ પણ વાંચો :- UN ના આ આદેશથી હવે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારનો થશે હિસાબ

Back to top button