આ કંપનીના રોકાણથી અદાણી ગ્રુપની માર્કેટ વેલ્યુમાં થઈ રહ્યો છે વધારો
અદાણી ગ્રુપના શેરમાં LICનું રોકાણ વધી પાછલા વર્ષોની સરખામણીએ વધી રહ્યુ છે. ત્યારે ઈન્સ્યોરન્સ કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) અદાણી ગ્રુપમાં સતત રોકાણ વધારી રહી છે. ત્યારે 2020થી માત્ર આઠ ક્વાર્ટર્સમાં LICએ સાત લિસ્ટેડ અદાણી જૂથની કંપની માંથી ચારમાં તેનો હિસ્સો વધાર્યો છે.
અદાણીની માર્કેટ મૂળીમાં વધારો
અદાણી જૂથની કંપનીઓએ સ્ટોક એક્સચેન્જમાં કરેલી ફાઇલિંગ દર્શાવે છે કે સાત કંપનીઓમાં LICના હિસ્સાનું કુલ મૂલ્ય રૂ. 74,142 કરોડ રૂપિયા હતું. આ અદાણી ગ્રુપના રૂ. 18.98 લાખ કરોડના કુલ બજાર મૂલ્યના 3.9 ટકા છે. ત્યારે 2020માં અદાણી એન્ટરપ્રાઈસમાં LICનો હિસ્સો 1 ટકાથી પણ ઓછો હતો, જે હાલ વધીને 4.02 ટકા થયો છે. એટલે કે હાલ LICનો હિસ્સો 5.77 ટકા થઈ ગયો છે.
સપ્ટેમ્બરમાં LICનો હિસ્સો 2.42 ટકા હતો જે વધીને 3.46 ટકા થઈ ગયો છે. જ્યારે અદાણી ગ્રીન એનર્જીમાં સપ્ટેમ્બર 2020માં 1 ટકાથી પણ ઓછો હતો.
આ પણ વાંચો: પહેલા દિવસે Digital Rupeeમાં કેટલા કરોડની લેવડદેવડ થઈ, હજુ માત્ર આ 4 બેંકમાં છે કરન્સી
અદાણીમાં LICનો હિસ્સો 10 ગણો વધ્યો
છેલ્લા બે વર્ષમાં અદાણી ગ્રુપમાં LICનો હિસ્સો લગભગ 10 ગણો વધી ગયો છે. ત્યારે સપ્ટેમ્બર 2020માં અદાણી ગ્રુપમાં LICનો હિસ્સો 7,304 હતો, જે સપ્ટેમ્બર 2020માં 74,142 કરોડ થયો છે. ત્યારે અદાણી ગ્રુપનું મૂલ્ય 7.8 ટકા થઈ ગયુ છે. અદાણી ગ્રુપે NDTVને પણ હસ્તગત કરી લીધુ છે. ત્યારે છેલ્લા બે વર્ષમાં એલાઈસીએ અદાણી ગ્રુપના શેર વધુ ખરીદ્યા છે જેના કારણે તેની માર્કેટ મૂળીમાં પણ વધારો થયો છે.