અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદની રિઝર્વ બેન્કની બ્રાન્ચ પર રૂ.2 હજારની નોટો બદલાવવા હજુ પણ લાંબી લાઈનો, વચેટિયા મલાઈ ખાઈ રહ્યા છે?

  • RBIમાં નોટ બદલાતી હોવાથી એજન્ટો રૂ.200 કમિશનમાં મળતિયાને ઊભા રાખી રહ્યા છે લાઇનમાં
  • ઈન્કમટેક્સ ખાતે આવેલી રિઝર્વ બેન્કની બ્રાન્ચ પર રૂ.2 હજારની નોટો બદલાવવા લાંબી લાઈનો
  • રિઝર્વ બેન્કની બહાર જ 4થી 15 ટકા કમિશન લઈ 2 હજારની નોટો બદલવાનો ચાલી રહ્યો છે વેપલો

ભારતીય રિસર્વ બેન્ક દ્વારા રૂ.2 હજારની ચલણી નોટ બદલાવાની છેલ્લી તારીખ 7 ઓક્ટોબર જાહેર કરવામાં આવી હતી. પરંતુ હવે સામાન્ય માણસ માત્ર રિઝર્વ બેન્કની બ્રાન્ચ પર જ 2 હજારની નોટ બદલાવી શકે છે. ગુજરાત સિવાયના રાજ્યમાંથી પણ લોકો નોટો બદલાવવા આવતા હોય છે. જેને પગલે અમદાવાદના ઇન્કમટેક્સ ખાતે આવેલી રિઝર્વ બેન્કની બ્રાન્ચ પર રૂ.2 હજારની નોટો બદલાવવા હજુ પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે. આવા કપરા સમયે આ રિઝર્વ બેન્કની બ્રાન્ચ બહાર જેમણે આ 2 હજાર રૂપિયાની ચલણી નોટો બદલાવવાની બાકી રહી ગઈ હોય તેમની પાસેથી લેભાગુ એજન્ટોએ મસમોટું કમિશન હડપવાનું શરૂ કરી દીધું છે.

AHMEDABAD RBI-HDNEWS

એજન્ટો દ્વારા રિઝર્વ બેન્કની બ્રાન્ચ બહાર કમિશનનો વેપલો ?

હમ દેખેંગે ન્યૂઝને મળેલી માહિતી અનુસાર, અમદાવાદમાં રિઝર્વ બેંકની શાખામાં રૂપિયા 2000ની ચલણી નોટો જમા કરાવવા માટે લાંબી લાઈન લાગી રહી છે. એજન્ટો આવા કપરા સમયે રૂ.1 લાખની કિંમતની નોટો બદલાવવા માટે રૂ.4 હજારથી માંડી રૂ.15 હજાર સુધીનું કમિશન લઈ રહ્યા છે. એજન્ટો ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને 20 હજાર આપી તેમની પાસેથી તેમના ઓળખના પુરાવા લઈ લે છે અને પછી નોટ બદલવા મોકલી આવા લોકોને રૂ.200થી 300નું કમિશન આપે છે. નોટ બદલીનો આ ખેલ ઈન્કમટેક્સ ખાતેની રિઝર્વ બેન્કની બ્રાન્ચ બહાર જ ચાલી રહ્યો છે.

AHMEDABAD RBI-HDNEWS

 

AHMEDABAD RBI-HDNEWS

 

RBIની 19 નિર્ધારિત બ્રાન્ચમાં 2000ની નોટો સ્વીકારવાનું ચાલુ

વાસ્તવમાં રિઝર્વ બેંક દ્વારા 2000ની નોટો સ્વીકારવાનું ચાલુ છે અને એ માટે RBIની 19 બ્રાન્ચ નિર્ધારિત કરવામાં આવી છે. રિઝર્વ બેંકે એવી પણ સ્પષ્ટતા કરેલી જ છે કે, 2000ની નોટ ચલણમાંથી નાબૂદ નથી થઈ, માત્ર તેને પરત ખેંચી લેવામાં આવી છે. તેથી હજુ પણ જેમની પાસે હોય તે રિઝર્વ બેંકની નિર્ધારિત બ્રાન્ચમાં જમા કરાવી શકે છે. રિઝર્વ બેંકે અગાઉ જે જાહેરાત કરી હતી તે અનુસાર, 8મી ઑક્ટોબર બાદ વ્યક્તિગત ધોરણે અથવા સંસ્થા-કંપની RBIની નિર્ધારિત 19 બ્રાન્ચમાં એક સાથે મહત્તમ રૂપિયા 20,000 જમા કરાવી શકશે અને તેની સામે નાની રકમની નોટ લઈ શકશે. એ જ પ્રમાણે જે લોકો પોતાના ખાતાંમાં રકમ જમા કરાવવા માગતા હશે તેઓ ગમે તેટલી રકમની 2000ની નોટ માત્ર RBIની નિર્ધારિત 19 શાખા દ્વારા કરી શકશે.

આ પણ વાંચો :વડાપ્રધાન મોદીએ ગ્લોબલ મેરીટાઇમ ઇન્ડિયા સમિટની ત્રીજી આવૃતિનું કર્યું ઉદ્દઘાટન

Back to top button