બારે મેઘ ખાંગાં, ક્યાંક પાણી ભરાયા તો ક્યાંક પુર જેવી સ્થિતી, 48 કલાક ભારે
HD ન્યુઝ ડેસ્કઃ ગુજરાતમાં ચોમાસુ ખરેખરનું જામ્યું છે. એક સાથે 2 સિસ્ટમ સક્રિય થતા આ પરીસ્થિતી સર્જાય છે. હજુ પણ આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અતિભારે વરસાદની આંશકાને પગલે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.
અહીં એક સાથે પડ્યો 14 ઈંચ વરસાદઃ આમ જોવા જઈએ તો ચોમાસુ આ વખતે 2 અઠવાડીયા મોડુ હતું પણ ભારે વરસાદને પગલે જેટલો વરસાદ પડવો જોઈએ તેનાથી ઘણો વધારે વરસાદ પડી રહ્યો છે. લગભગ જૂનમાં આ વખતે 107 ટકા વધુ વરસાદ નોંધાયો છે. વિસાવદરમાં એક સાથે 14 ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતી સર્જાય છે. ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. આ સાથે જ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. લગભગ ગુજરાતના 120 તાલુકામા સારો વરસાદ પડ્યો છે. હજુ પણ 4 દિવસ ભારે વરસાદ પડી શકે.
અમદાવાદમાં જળબંબાકારઃ અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો લાંબા સમયના વિરામ બાદ કાલે સમી સાંજથી અત્યાર સુધી સારો એેવો વરસાદ ખાબકી ચુક્યો છે. શહેરના સીંધુ ભવન, એસજી હાઈવે પ્રહલાદ નગર, બોપલ, શ્યામલ ચાર રસ્તા, જમાલપુર સહીના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. કાલ સાંજ સુધીમાં એક સાથે 9 ઈંચ વરસાદ પડતા શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય હતી , તો બીજી બાજુ એસ જી હાઈવે પર વરસાદને કારણે ભારે ટ્રાફિક જામ થયો હતો. આજે વહેલી સવારથી ફરીથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરુ થઈ ગયો છે.
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં હજુ ભારે વરસાદ પડી શકે, સૌરષ્ટ્રમાં રાજકોટ, ગોંડલ, વિસાવદર, જુનાગઢ,ઉપલેટા, ભાવનગર, જામનગર, તથા ધોરાજીમાં આગામી 4 દિવસ ભારે થી અતિભારે વરસાદ પડી શકે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ધમાકેદાર વરસાદ, શહેરભરમાં અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામ સર્જાયો