બેચલર પાર્ટી કરવા હજુ જગ્યા ફાઈનલ નથી થઈ? તો અહીં ખાસ જાવ
- જો તમારા લગ્ન પણ નજીકના સમયમાં થવાના છે તો તમારે બેચલર પાર્ટી કરવા આમાંથી કોઈક સ્થળે જવું જોઈએ. તમારે વિદેશ જવાની જરૂર નથી, ભારતમાં તમને અનેક સારા સ્થળો મળી જશે
HD ન્યુઝ ડેસ્કઃ તમારા લગ્ન નજીકના સમયમાં થવાના છે અને તમે બેચલર પાર્ટી માટે હજુ પ્લેસ ફાઈનલ નથી કર્યું? બેચલર પાર્ટીએ લાઈફ ટાઈમ માટેનો યાદગાર અનુભવ હોય છે. લગ્ન પહેલા તમારે તમારા મિત્રો અને કેટલાક નજીકના કઝીન્સ સાથે બેચલર ટ્રિપનું આયોજન કરવું જોઈએ. હવે દરેક વ્યક્તિ લગ્ન પહેલા બેચલર પાર્ટીનું આયોજન કરે છે. આ ઉજવણી કરવા માટે, લોકો તેમના કોઈ સરસ જગ્યાએ જવાનું અને આનંદ માણવાનું પસંદ કરે છે. જો તમારા લગ્ન પણ નજીકના સમયમાં થવાના છે તો તમારે બેચલર પાર્ટી કરવા આમાંથી કોઈક સ્થળે જવું જોઈએ. જુઓ ભારતના કેટલાક શ્રેષ્ઠ સ્થળો
લદ્દાખ
લદ્દાખ બેચલર પાર્ટી માટે આ એક સુંદર જગ્યા છે. દુનિયાભરના લોકો આ સ્થળની મુલાકાત લે છે. આ જગ્યા વર્ષના અમુક દિવસો સુધી બરફથી ઢંકાયેલી રહે છે. આવી સ્થિતિમાં લોકોને અહીંનું હવામાન ખૂબ જ ગમે છે. તમે બેચલર પાર્ટી માટે આ સ્થળની મુલાકાત લઈ શકો છો. જો તમારે એડવેન્ચર ટ્રીપ કરવી હોય તો અહીં બેચલર પાર્ટી માટે જઈ શકો છો
વર્કલા
ત્રિવેન્દ્રમથી માત્ર એક કલાકના અંતરે, વર્કલા બીચ નારિયેળના ઝાડ અને વૈભવી ઝૂંપડીઓથી ઘેરાયેલો છે. દિવસ દરમિયાન અહીં મનમોહક સૂર્યાસ્તનો આનંદ લઈ શકાય છે અને રાત્રે તમે સમુદ્રતટની નાઈટલાઈફનો આનંદ માણી શકો છો. સપ્ટેમ્બરથી એપ્રિલ મહિનો અહીં ફરવા માટે શ્રેષ્ઠ છે.
ગોકર્ણ
જો તમે બેચલર પાર્ટી માટે સાઉથમાં કોઈપણ જગ્યાએ જવા માંગતા હોવ તો તમે ગોકર્ણ જઈ શકો છો. અહીં, શાંત બોટ રાઈડ, એડવેન્ચર્સ પેરાસેલિંગ, કયાકિંગથી લઈને સ્નોર્કલિંગ સુધીની વસ્તુઓના આનંદ તમે તમારા મિત્રો સાથે માણી શકો છો.
કસોલ
કસોલ કુલ્લુ જિલ્લામાં આવેલું હિમાચલ પ્રદેશનું એક પ્રખ્યાત હિપ્પી ગામ છે. બેચલર પાર્ટીની ટ્રીપ દરમિયાન લીલાછમ પહાડોની ઠંડી હવાઓની વચ્ચે, શાંતિમાં શહેરના જીવનથી દૂર થોડો સમય પસાર કરવા માંગતા હોવ તો આ સ્થાનની મુલાકાત લેવા જેવી છે. જો તમે સંગીતનો આનંદ માણવા માંગતા હોવ તો તમને આ જગ્યાએ ઘણા સ્થળો મળશે.
આ પણ વાંચોઃ દિલ્હીના આ યમુના ઘાટ પર થાય છે બનારસ-હરિદ્વાર જેવી ભવ્ય આરતી