ગુજરાતમાં આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે ક્ચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમાં મોહંતીએ આજે જાહેર કરેલી વરસાદની આગાહી પ્રમાણે રાજ્યમાં હજી 3 દિવસ વરસાદમાં કોઈ જ રાહત નહિ મળે. દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. આગામી 48 કલાકમાં ગુજરાતના દરિયાઈ કાંઠામાં લો પ્રેશર સિસ્ટમ ક્રિએટ થશે. ગાંધીનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદી ઝાપટા આવતા રહેશે.
રાજ્યમાં હજુ ભારેથી અતિ ભારે કરતા પણ વધારે વરસાદ રહેશે. આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ રહેશે આ સાથે સૌરાષ્ટ્રમાં પણ આ સમય દરમિયાન અત્યંત ભારે વરસાદ પડી શકે છે. આગામી 48 કલાકમાં ગુજરાતના દરિયાઈ કાંઠામાં લો પ્રેશર સિસ્ટમ સક્રીય થશે જેના કારણે ભારે વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો : અમદાવાદઃ સવારે અનરાધાર 1 ઈંચ જેટલો વરસાદ, શહેર ફરી પાણી પાણી થયું; રાજ્યમાં શુક્રવાર સુધી અતિભારે વરસાદની વકી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા કચ્છના દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ પડવાની સંભાવનાને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપવાની સાથે બંદરોને પણ એલર્ટ કરાયા છે. ગાંધીનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદી ઝાપટા આવતાં રહેશે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 400 મીમી વરસાદ થયો છે. ટકાવારી પ્રમાણે જોઈએ તો રાજ્યમાં 80 ટકા કરતાં વધુ વરસાદ નોંધાઈ ગયો છે.