ગુજરાત

મૂળ ગુજરાતી છતાં પાકિસ્તાની હોવાનું કલંક, શ્રમિક પરિવારો સરકારી સહાય કે લાભથી વંચિત

Text To Speech

પાકિસ્તાનથી સ્થાયી થયેલાં 51 જેટલા સભ્યો વિઝા રિન્યૂ કરાવવા કલેક્ટર કચેરી પહોંચ્યા છે. જેમાં મૂળ ગુજરાતી છતાં પાકિસ્તાની હોવાનું કલંક, અનેકનો જન્મ અહીં થયો છે. તેમજ ચૂંટણી કાર્ડ કે રાશન કાર્ડ જેવી સુવિધાઓથી હજુ વંચિત છે. તથા શ્રમિકો અહીં છુટક મજૂરી કરી પરિવારજનોનો નિર્વાહ ચલાવે છે.

આ પણ વાંચો: દત્તક બાળકના બર્થ સર્ટીમાં સુધારા માટે ગુજરાત હાઇકોર્ટે આપ્યો મોટો નિર્ણય 

શ્રમિકો અહીં છુટક મજૂરી કરી પરિવારજનોનો નિર્વાહ ચલાવે છે

મહેસાણા તાલુકાના લાખવડ નજીક આવેલા ઈન્દિરા નગરમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતથી આવી સ્થાયી થઈ ગયેલાં શ્રમિક પરિવારોના 51 જેટલાં સભ્યોને ભારતીય વિઝા વધારવા કલેકટરે તેડુ મોકલ્યું હતું. મૂળ ગુજરાતીઓ પરંતુ આઝાદી પૂર્વે પાકિસ્તાનમાં જ મજૂરી કામ માટે રહી ગયેલાં કેટલાંક પરિવારો 20 વર્ષ પૂર્વે ઈન્દિરા નગરમાં આવ્યાં હતાં અને પાકિસ્તાન પરત ફરવાનો નન્નો ભણી દીધો હતો. ત્યારથી આ શ્રમિકોએ દર બે વર્ષે વિઝા રિન્યૂ કરાવવા પડે છે. આ શ્રમિકો અહીં છુટક મજૂરી કરી પરિવારજનોનો નિર્વાહ ચલાવે છે.

આ પણ વાંચો:  ગુજરાત: ધોલેરા SIRમાં દેશનો સર્વપ્રથમ સેમિ કન્ડક્ટર પ્લાન્ટ શરૂ થશે

શ્રમિક પરિવારો-કોઈપણ પ્રકારની સરકારી સહાય કે લાભથી વંચિત

નોંધપાત્ર છે કે, પાકિસ્તાનથી પરત આવી વર્ષોથી સ્થાયી થયો હોવા છતાં તેમને રાશનકાર્ડ ચૂંટણી કાર્ડ કે મફતગાળાના પ્લોટ જેવી કોઈ સરકારી યોજનાઓનો લાભ મળતો નથી. હજુ પણ તેમની સાથે ભારતીય નાગરિકો ન હોય તેવો વ્યવહાર કરવામાં આવે છે. 51 જેટલાં સભ્યો પૈકી કેટલાંક બાળકો અને યુવાનો એવાં છે કે તેમનો જન્મ પણ ઈન્દિરા નગરમાં રહેવા આવ્યા પછી થયો છે. નિષ્કર્ષ સાફ છે, હજુ સ્થાનિક વહીવટી તંત્ર તેમને પાકિસ્તાની નાગરિકો જ ગણી રહ્યું છે અને તબક્કાવાર વિઝા રિન્યૂ કરાવવા પડે છે. મૂળ ગુજરાતી હોવા છતાં પણ ગરીબી વચ્ચે જીવતાં આ શ્રમિક પરિવારો-કોઈપણ પ્રકારની સરકારી સહાય કે લાભથી વંચિત રહેવા મજબૂર બન્યાં છે.

Back to top button