ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

UPના મુઝફ્ફરનગરમાં STFએ બિહારના વોન્ટેડ ગેંગસ્ટરનું કર્યું એન્કાઉન્ટર

Text To Speech
  • ઉત્તર પ્રદેશ STF અને બિહાર STFના નોઈડા યુનિટનું સંયુક્ત ઓપરેશન

નોઇડા, 6 જૂન: ઉત્તર પ્રદેશ STF અને બિહાર STFના નોઈડા યુનિટ વચ્ચેના સંયુક્ત ઓપરેશનમાં બિહારનો એક કુખ્યાત ગુનેગાર ઠાર માર્યો ગયો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં ગઇકાલે બુધવારે રાત્રે પોલીસ સાથેની અથડામણમાં બિહારના 2.25 લાખ રૂપિયાના ઇનામી વોન્ટેડ ગેંગસ્ટરનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. બિહારના બેગુસરાઈ જિલ્લાનો રહેવાસી નીલેશ રાય વિરુદ્ધ હત્યા, લૂંટ અને ખંડણી સહિત 16 કેસ નોંધાયેલા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, આ એન્કાઉન્ટર મુઝફ્ફરનગરના રતનપુરી વિસ્તારમાં થયું હતું. અધિક પોલીસ મહાનિર્દેશક (યુપી STF અને કાયદો વ્યવસ્થા) અમિતાભ યશે જણાવ્યું હતું કે, બિહારના બેગુસરાય જિલ્લાના રહેવાસી નીલેશ રાય સામે હત્યા, લૂંટ અને ખંડણી સહિત કેસ નોંધાયેલા છે. નિલેશ રાય પર 2.25 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

ફેબ્રુઆરીમાં પોલીસ પર અંધાધૂંધ ગોળીબાર થયો હતો

એક નિવેદન જારી કરીને પોલીસે કહ્યું હતું કે, 24 ફેબ્રુઆરી, 2024ના રોજ જ્યારે પોલીસ ટીમે બેગુસરાયમાં ગેંગસ્ટરના છુપાયેલા ઠેકાણા પર દરોડો પાડ્યો, ત્યારે રાયએ તેના સહયોગીઓ સાથે પોલીસ ટીમ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો અને ભાગી ગયો. પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટનામાં એક વ્યક્તિને ગોળી વાગી હતી અને તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ કેસમાં આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આ પણ જુઓ: ગોંડલ MLA પુત્ર ગણેશસિંહની ધરપકડ, જૂનાગઢના દલિત યુવકના અપહરણ-હત્યાના પ્રયાસનો છે આરોપ

Back to top button