પાલનપુર બસ પોર્ટમાં મુસાફરોને બેસવાના સ્ટીલના બાંકડા ગાયબ


પાલનપુર : પાલનપુર હાઇવે નજીક થોડા સમય પહેલા જ નવું બસ પોર્ટ શરૂ કરવામાં આવ્યું છે. આ બસ પોર્ટમાં મુસાફરો માટે આધુનિક સુવિધાઓ અને સગવડો ઊભી કરવામાં આવી છે. જેમાં બસના પ્લેટફોર્મની નજીકમાં જ મુસાફરોને બેસવા માટેના સ્ટીલના આરામદાયક બાંકડા પણ ફીટ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : NAAC દ્વારા અમદાવાદ સિવિલ મેડિસીટીની ‘સરકારી ડેન્ટલ કૉલેજ અને હોસ્પિટલને” A+ ગ્રેડ
સિક્યુરિટી છતાં બાંકડા કોઈ ચોરી ગયું હોવાની આશંકા
આ બાંકડાઓ પૈકીના કેટલાક બાંકડા અત્યારે ગાયબ થયેલા જોવા મળે છે. સ્ટેનલેસ સ્ટીલના બાંકડા હોવાથી આ બાંકડા કોઈ લાગ જોઈને કાપીને ચોરી ગયો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. ત્યારે સવાલો ઉઠ્યા છે કે, આધુનિક બસ પાર્ટ મુસાફરો થી ધમધમતું રહેતું હોય અને સિક્યુરિટી પણ મૂકવામાં આવેલી હોવા છતાં મુસાફરો માટે બેસવાના સ્ટીલના બાંકડા કેવી રીતે અદ્રશ્ય થઈ જાય જેને લઈને અનેક સવાલો ઉઠવા પામ્યા છે.