ગુજરાત

હવે આ જ બાકી રહ્યું’તું! : ભાવનગરમાં પ્રાથમિક વિભાગના ધોરણ 7નું પ્રશ્નપત્ર ચોરાયું, શાળાએ પરીક્ષા રદ્દ કરવી પડી!

Text To Speech

ભાવનગર: ગુજરાતમાં અવારનવાર પેપર ફૂટવાની ઘટના બને છે. ત્યારે ભાવનગરના તળાજામાં આવેલા નેસવડ ગામની પ્રાથમિક શાળાનું પેપર ફૂટ્યું છે.

પ્રાથમિક શાળામાંથી પ્રશ્નપત્ર ચોરાયું
મળતી માહિતી પ્રમાણે, નેસવડમાં આવેલી પ્રાથમિક શાળામાંથી ધોરણ 7ના પ્રશ્નપત્રની ચોરી કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને આગળની તપાસ હાથ ધરી છે.

શાળાએ પરીક્ષા રદ્દ કરી
આ મામલે શાળાએ હાલ 22 અને 23મી એપ્રિલે યોજાનારી ધોરણ 7ની પરીક્ષાઓ રદ્દ કરી નાખી છે. આગામી સોમવારથી રાબેતા મુજબ પરીક્ષા યોજાશે. જે અગાઉના ટાઈમટેબલ મુજબ જ લેવાશે.

Back to top button