ગુજરાત

ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પહેલા સપ્તાહમાં, શિક્ષણ મંત્રીની જાહેરાત

Text To Speech

ધોરણ 12 સાયન્સનું પરિણામ ગુરુવારનાં રોજ જાહેર કરવામાં આવ્યા બાદ ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર થશે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આ માહિતી આપી છે.

12 સાયન્સનું રિઝલ્ટ જાહેર
ગુજરાત શિક્ષણ બોર્ડે આજે ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષા અને ગુજકેટનું પરિણામ જાહેર કરી દીધુ છે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org  પર ઓનલાઈન જોઇ શકશે.  ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષા 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન લેવાઈ હતી. બોર્ડનું પરિણામ વેબસાઈટ પર જાહેર કરાયું છે. ત્યારબાદ શાળા ખાતેથી પરિણામ મેળવી શકાશે. આજે પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને દસ દિવસ બાદ બોર્ડની માર્કશીટ અપાશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 72.02 ટકા પરિણામ આવ્યુ છે. 72 ટકા વિદ્યાર્થીઓ, જ્યારે 72.05 ટકા વિદ્યાર્થિનીઓ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પાસ થયા છે. 196 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ સાથે પાસ થયા છે. જ્યારે 3303 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ  સાથે પાસ થયા છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 72.04 ટકા આવ્યું હતું. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 72.04 ટકા આવ્યું છે.  એ ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ 78.04 ટકા, બી ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ 68.58 ટકા, એબી ગ્રુપના ઉમેદવારોનું પરિણામ 78.38 ટકા આવ્યુ હતું.

સૌથી વધુ પરિણામ લાઠી અને રાજકોટમાં
ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 72.02 ટકા પરિણામ આવ્યું હતું. લાઠીમાં સૌથી વધુ 96.12 ટકા પરિણામ આવ્યું હતું. સૌથી ઓછું લીમખેડાનું 33.33 ટકા પરિણામ આવ્યું હતું. સૌથી વધુ રાજકોટ જિલ્લાનું 85.78 ટકા પરિણામ આવ્યું હતુ. રાજ્યની 65 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું હતું.

રાજ્યમાં સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 40.19 ટકા પરિણામ આવ્યું છે. 61 શાળાઓનું 10 ટકા કરતા પણ ઓછું પરિણામ આવ્યું છે.અમદાવાદ શહેરનું 70.80 ટકા, અમદાવાદ ગ્રામ્યનું 75.38 ટકા પરિણામ આવ્યું છે.

Back to top button