સ્ટ્રેસ ફ્રી રહેવુ જરાય અઘરુ નથીઃ ફોલો કરો માત્ર 3 નિયમો
આજકાલની લાઇફમાં વ્યક્તિના ચહેરા પર સ્ટ્રેસ દેખાય છે. તમે કોઇની સાથે વાત કરતા હો તો પણ તમને લાગશે કે તે કેટલા સ્ટ્રેસમાં છે. કોઇ વ્યક્તિ એવી નથી જે સ્ટ્રેસમાં રહેવા ઇચ્છતી હોય. જો તમે માત્ર ત્રણ બાબતોનું ધ્યાન રાખશો તો તમે પણ સ્ટ્રેસ ફ્રી લાઇફ જીવી શકશો.
શા માટે જરૂરી છે સ્ટ્રેસ ફ્રી રહેવુ
જ્યારે તમે સ્ટ્રેસમાં રહો છો તો જીવનમાં કોઇ પણ વસ્તુને એન્જોય કરી શકતા નથી. સ્ટ્રેસની અસર તમારી પ્રોડક્ટિવિટી પર પડે છે. તમે સફળતા મેળવી શકતા નથી. સ્ટ્રેસ તમારી ફિઝિકલ હેલ્થ પર પણ અસર કરે છે. સારી મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ માટે સ્ટ્રેસ ફ્રી રહેવુ જરૂરી છે. તો આજથી જ સ્ટ્રેસ ફ્રી રહેવા માટે આ ત્રણ નિયમો અપનાવો.
1.જે થયુ નથી, તેના વિશે વધુ ન વિચારો
સ્ટ્રેસનું સૌથી મોટુ કારણ છે વધુ પડતુ વિચારવું. હંમેશા આપણે એવી વસ્તુઓ વિશે વિચારવા લાગીએ છીએ જે બની જ નથી. આવી પરિસ્થિતિમાં આપણું મગજ સ્ટ્રેસમાં ચાલ્યુ જાય છે. તમે હજુ એક્ઝામ આપી નથી, પરંતુ તેનું રિઝલ્ટ આવશે તો તમારુ શું થશે. તમે ફેલ થશો તો આવું બધુ વિચારીને તમે નકામો સ્ટ્રેસ લો છો. તમારા મગજમાં આવી પરિસ્થિતિનું નિર્માણ ન થવા દો.
2. વર્તમાનમાં જીવો
ખુશ અને સ્ટ્રેસ ફ્રી રહેવાનો મુળ મંત્ર એ છે કે હંમેશા વર્તમાનમાં જીવો. લોકોને કાં તો તેમનુ ભવિષ્ય સ્ટ્રેસ આપે છે, અથવા તો ભુતકાળ. બંને પરિસ્થિતિમાં તમારા ફોકસ અને પ્રોડક્ટિવીટી પર અસર પડે છે. તેથી જો તમે સ્ટ્રેસ ફ્રી રહેવા ઇચ્છો છો તો હંમેશા વર્તમાનમાં જીવો. તમે જે પણ કરી રહ્યા છો તે મહેનત અને લગનથી કરો
3. તમારી પાસે જે છે તેની પર ફોકસ કરો
તમે હંમેશા એવુ જોયુ હશે કે કેટલાય લોકો એવા છે જે મળે છે તેની કદર નથી કરી શકતા. જે વસ્તુ આપણી પાસે નથી તેની પર ફોકસ કરીએ છીએ. આ કારણે સ્ટ્રેસ આવે છે. જો તમે સ્ટ્રેસ ફ્રી જીવન જીવવા ઇચ્છો છો તો એ વસ્તુઓ પર ફોકસ કરો જે વસ્તુઓ તમે મેળવી લીધી છે. તમે નાની નાની સફળતાઓને સેલિબ્રેટ કરો.
આ પણ વાંચોઃ ફેટી લિવરથી છુટકારો મેળવવો છે? આ ઉપાયો અજમાવો