ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

24 કલાક એસીમાં રહેવાથી થઈ શકે છે આ બીમારીઓ, ખાસ રાખજો ધ્યાન

  • કેટલીક ઓફિસ અને ઘરમાં સમર સીઝનમાં 24 કલાક એસી ચાલુ રહે છે, તમે જાણો છો આ આદત તમને અનેક બીમારીઓ આપી શકે છે?

ઉનાળો શરૂ થાય અને દરેક ઘરમાં અને ઓફિસોમાં એસી ચાલુ થઈ જાય. કેટલીક ઓફિસોમાં તો પંખા હોતા નથી અને માત્ર એસી જ હોય છે, તેથી તેનો કોઈ વિકલ્પ પણ મળતો નથી. કેટલાક ઘરમાં 24 કલાક એસી ચાલુ રહે છે, પરંતુ શું તમે જાણો છો કે એસીની ઠંડી હવા ભવિષ્યમાં તમારા માટે કેટલીક મોટી સમસ્યાઓ ઊભી કરી શકે છે? એર કન્ડીશનરનો વધુ સમય સુધી ઉપયોગ કરવાથી ઘણી આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે નાકની તકલીફ, શ્વાસ લેવામાં તકલીફ, હાર્ટ પ્રોબલેમ્સ અને સ્કીન પ્રોબલેમ.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર, દિવસભર એસીમાં રહેવાથી આપણું શરીર ગરમી સહન કરવાની ક્ષમતા ગુમાવવા લાગે છે. જો તમે લાંબા સમય સુધી નબળા વેન્ટિલેશનમાં રહેશો, તો તમે માથાનો દુખાવો, સૂકી ઉધરસ, ચક્કર આવવા, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, શરીરમાં દુખાવો અને થાકથી પીડાઈ શકો છો.

headache1

માથાનો દુખાવો

એર કન્ડીશનરના વધુ પડતા ઉપયોગને કારણે કેટલાક લોકોને માઈગ્રેન અથવા માથાનો દુખાવો થઈ શકે છે. એર કંડિશનર ચાલુ હોય ત્યારે થતો અવાજ, ઠંડી હવા સીધી માથામાં આવવી અથવા ઠંડી હવાને કારણે નાક બંઘ રહેવાથી પણ માથાનો દુખાવો થઈ શકે છે.

અસ્થમાનો ખતરો

એર કંડિશનરમાં રહેલા રેડિયેશન અને પ્રદૂષણના કારણે શ્વાસ સંબંધિત સમસ્યાઓનું જોખમ વધે છે, જેમ કે અસ્થમા. પહેલેથી જ અસ્થમાના દર્દી હોયો તે લોકો જો એસીમાં રહે તો સ્થિતિ બગડી શકે છે.

આંખોની સમસ્યા

એર કંડિશનરના વધુ પડતા ઉપયોગથી આંખોમાં બળતરા, લાલાશ અને સોજા આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય કેટલાક લોકોમાં ડ્રાયનેસની સમસ્યા પણ વધી જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ એર કંડિશનરમાં બેસીને લાંબા સમય સુધી સ્ક્રીન પર જોવે ત્યારે આંખોમાં ભેજ ઓછો થવા લાગે છે અને ડ્રાયનેસ વધવા લાગે છે.

24 કલાક એસીમાં રહેવાથી થઈ શકે છે આ બીમારીઓ, ખાસ રાખજો ધ્યાન hum dekhenge news

સ્કીનની તકલીફ

એર કન્ડીશનરના વધુ પડતા ઉપયોગથી સ્કીનની ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે, જેમાંથી મોટાભાગની સ્કીન ડ્રાય થવી, ખંજવાળ અને ખરજવું છે. જો તમે એસીમાં લાંબો સમય પસાર કરો છો, તો તમારે મોઇશ્ચરાઈઝર યોગ્ય રીતે લગાવવું જ જોઇએ.

નાક અને ગળાની તકલીફ

ઠંડી હવાઓના કારણે કેટલાક લોકોને નાક અને ગળાની સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે શરદી, સાઈનસાઈટિસ અને નાકમાંથી રક્તસ્રાવ. સાઈનસાઈટિસના કારણે માથાનો દુખાવો, નાકમાં સોજો, ગળામાં દુખાવો અને શરીરમાં દુખાવો પણ થઈ શકે છે.

આ પણ વાંચોઃ પ્રચંડ ગરમીમાં લૂથી બચવા માટે શાસ્ત્રોમાં જણાવાયા છે આ ઉપાય

Back to top button