ગરમીની સીઝનમાં ખાવા-પીવાની આ વસ્તુઓથી રહેજો કોસો દુર
- ગરમીની સીઝનમાં અમુક વસ્તુઓથી દુર રહેવાની સલાહ અપાય છે
- હાઇ સુગર ડ્રિંક્સ ગરમીમાં લેવાથી ડિહાઇડ્રેશન થઇ શકે છે
- મસાલેદાર ભોજનને બને તો ઉનાળામાં અવોઇડ જ કરજો
ગરમીની સીઝન ચાલી રહી છે. વચ્ચે વચ્ચે વાતાવરણમાં પલટો આવે છે, પરંતુ સમર હજુ લાંબુ ચાલશે. એમ પણ આપણા ત્યાં ગરમી જલ્દી જતી નથી. આવી સીઝનમાં હેલ્થનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. જો તમે ખાણી-પીણીનું ધ્યાન નહીં રાખો તો બીમાર પડી શકો છો. આવો જાણીએ એવા કેટલાક ફુડ વિશે જેનાથી ગરમીની સીઝનમાં દુર જ રહેવુ જોઇએ. સમર હેલ્ધી ફુડમાં તાજા ફળ અને શાકભાજી, લીન પ્રોટીન, સાબુત અનાજ અને હેલ્ધી ફેટને સામેલ કરવી જરૂરી છે.
હાઇ સુગર ડ્રિંક્સ
હાઇ સુગર ડ્રિંક્સ જેમ કે સોડા,ફળોનો રસ, સ્પોર્ટ્સ ડ્રિંક, ડિહાઇડ્રેશન અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. તેના બદલે, ખાંડ વગરની ચા, નારિયેળ પાણી, લીંબુ પાણી પીવુ સારુ.
આલ્કોહોલ
ગરમીની સીઝનમાં આલ્કોહોલ લેશો તો ડિહાઇડ્રેશન થઇ શકે છે, તેથી તેનાથી દુર રહો.
મસાલેદાર ભોજન
મસાલેદાર ભોજન તમારા શરીરના તાપમાનને વધારી શકે છે અને ગરમીના સમયમાં તમે વધુ ગરમ મહેસુસ કરો છો, તેથી શક્ય હોય તો ઓછા મસાલાનો ઉપયોગ કરો.
ડેરી પ્રોડક્ટ
ગરમીની સીઝનમાં પનીર, આઇસક્રીમ અને દુધ જેવી ડેરી પ્રોડક્ટ્સ ભારે અને પચાવવામાં મુશ્કેલ પડી શકે છે તેથી જો તમે ડેરી પ્રોડક્ટ્સ પસંદ કરતા હો તો દહીં કે છાશ જેવા હળવા વિકલ્પો પસંદ કરો.
હેવી અને ફેટી ફુડ
ફ્રાઇ ફુડ્સ, પિત્ઝા અને હેમ્બર્ગર જેવા ભારે અને ફેટી ફુડ તમને ગરમીની સીઝનમાં સુસ્ત અને અસહજ અનુભવ કરાવી શકે છે. તેના બદલે હળવી અને ફ્રેશ વસ્તુઓ જેમકે સલાડ, ફળ અને શાકભાજીને પસંદ કરો.
આ પણ વાંચોઃ શું વાત છે, નિર્દોષ ફળ ગણાતુ પપૈયુ પણ હેલ્થને નુકશાન કરી શકે?