અમદાવાદગુજરાત

રાજકારણથી દૂર રહી એક નાગરિક તરીકે જવાબદારીઓનું પાલન કરો: હર્ષ સંઘવી

Text To Speech

ગાંધીનગર, 9 માર્ચ 2024, ગુજરાત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આજે ‘યુવા સાંસદ-2024‘ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીએ એક દિવસના સાંસદ બનેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યુ કે, પક્ષના રાજકારણથી દૂર રહીને, એક નાગરિક તરીકે આપણી જવાબદારીનું પાલન કરવું એ આપણા સૌની ફરજ છે. આ પરિવર્તનની શરૂઆત આપણા પરિવારથી થવી જોઈએ.

સાંસદ તરીકે 550 જેટલા વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા
હર્ષ સંઘવીએ કહ્યુ હતું કે, વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ આ યુવા સંસદમાં એક દિવસ માટે સંસદસભ્ય બનીને એવા વિષયો ઉપર ચર્ચા કરી છે જેની સમગ્ર દેશમાં ખૂણે ખૂણે ચર્ચા થઇ રહી છે. યુનિફોર્મ સિવિલ કોડ, કલમ 370, ગ્રીન એનર્જી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર સિક્યુરિટી જેવા પાંચ મહત્વના વિષયો ઉપરાંત અયોધ્યા મંદિરના નિર્માણથી આવનાર આર્થિક બદલાવ જેવા ખુબ જ અગત્યના મુદ્દાઓ પર સૌ એક દિવસીય સાંસદ સભ્યોને ચર્ચા કરવાની તક મળી તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યુ કે, રાજ્યની 83 કરતાં વધુ યુનિવર્સિટીમાંથી સાંસદ તરીકે 550 જેટલા વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા તે પણ ખુબ કઠીન કામ હતુ.

35 જેટલા વિદ્યાર્થીઓ મંત્રી બનીને ગૃહમાં ચર્ચામાં જોડાયા
સંપૂર્ણ સંસદીય પ્રણાલી અનુસરીને સંસદની કાર્યવાહી કરવામાં આવી જેમાં ગૃહમાં અધ્યક્ષ સહિત આશરે 35 જેટલા વિદ્યાર્થીઓ મંત્રી બનીને ગૃહમાં ચર્ચામાં જોડાયા અને પ્રશ્નોના જવાબ આપ્યા. આ એક દિવસીય સાંસદોએ શૂન્ય કાળ, તારાંકીત અને અતારાંકીત પ્રશ્નો સહિત વિવિધ મહત્વના વિષય પર ચર્ચા કરી અને કામગીરી દરમ્યાન પાંચ મહત્વના બીલ પર ચર્ચા અને ચર્ચાને અંતે વોટીંગ પેડના માધ્યમથી મતદાનનું પણ આયોજન કરવામાં આવ્યુ. આ સમગ્ર આયોજન આબેહુબ સંસદ જેવુ જ કરવામાં આવતા આ યુવાઓ સંસદની કામગીરી વધુ અસરકારક રીતે સમજી શક્યા.

આ પણ વાંચોઃહર્ષ સંઘવીનો કટાક્ષ, યુવા સંસદમા કોઇ યુવાન રાહુલ ગાંધી બનવા તૈયાર નથી

Back to top button