2024માં બીમારીઓથી દુર રહો, ઈમ્યુનિટી બુસ્ટ કરો આ સાત વસ્તુઓથી
- વર્ષ 2024માં બીમારીઓથી દુર રહીને તમારી ઈમ્યુનિટીને સ્ટ્રોંગ કરો. આ માટે તમારા ડાયટમાં એવા ફુડ્સ અને ડ્રિંક્સ સામેલ કરો, જેમાં એન્ટી ઓક્સિડન્ટ્સ, એન્ટી વાઈરલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી જેવા ગુણો હોય.
બીમારીઓથી બચવા માટે ઈમ્યુન સિસ્ટમનું મજબુત હોવું જરુરી છે. ઈમ્યુન પાવરને મજબુત કરવો કોઈ એક કે બે દિવસનું કામ નથી. ઈમ્યુનિટી નબળી હોવાથી શરદી, ખાંસી, તાવ જેવી બીમારીઓ વધી જાય છે. ઈમ્યુન સિસ્ટમ શરીરના ઓર્ગન વ્હાઈટ બ્લડ સેલ્સ, પ્રોટીન અને કેમિકલ્સનું એક મોટુ નેટવર્ક છે. જે ખાસ કરીને બેક્ટેરિયા અને વાઈરસથી શરીરને બચાવવાનું કામ કરે છે. વર્ષ 2024માં બીમારીઓથી દુર રહીને તમારી ઈમ્યુનિટીને સ્ટ્રોંગ કરો. આ માટે તમારા ડાયટમાં એવા ફુડ્સ અને ડ્રિંક્સ સામેલ કરો, જેમાં એન્ટી ઓક્સિડન્ટ્સ, એન્ટી વાઈરલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી જેવા ગુણો હોય. આ સાથે ફિઝિકલ એક્ટિવીટી, પુરતી ઉંઘ અને ઈમ્યુન પાવરને મજબુત બનાવવાનું કામ કરશે.
ઈમ્યુન સિસ્ટમને મજબુત કરવા ખાવ આ સાત વસ્તુઓ
ફળ ખાવ
તમારા ડાયટમાં પપૈયુ, અનાનસ, કીવી, સફરજન જેવા ફળ ખાવ. આ તમામ ફળો વિટામીન સીથી ભરપુર છે અને ઈમ્યુનિટી માટે જરુરી છે.
ફાયદાકારક છે લસણ
લસણ ઈમ્યુન સિસ્ટમને મજબુત બનાવે છે. તેમાં એલિસિન નામનું એવુ તત્વ મળી આવે છે જે શરીરના ઈન્ફેક્શન અને બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે.
પાલક ખુબ ખાવ
પાલકમાં ફોલેટ મળી આવે છે. તેમાં રહેલું ફાઈબર, આયરન, વિટામીન સી શરીરને સ્વસ્થ રાખે છે. તે શરીરમાં નવા કોશિકાઓ બનાવવાની સાથે ડીએનએને રિપેર કરે છે.
ખાસ ખાવ એક વાડકી દહીં
દહીં પણ ઈમ્યુનિટી સ્ટ્રોંગ કરવા માટે બેસ્ટ છે. તેમાં ગુડ બેક્ટેરિયા હોય છે. તેનાથી તમારી ઈમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે.
હળદર છે બેસ્ટ
ઈમ્યુન સિસ્ટમને મજબુત કરવા માટે હળદર ફાયદાકારક છે. હળદરનું પાણી, દુધ કે ચા ઈમ્યુનિટી બુસ્ટ કરશે.
ખુબ ખાઈ લો આંબળા
આંબળા પણ ઈમ્યુનિટી બુસ્ટ કરવા માટે બેસ્ટ છે. તે ફક્ત ઠંડીની સીઝનમાં જ મળશે તો ખાસ ખાઈ લો, અડધી ચમચી આંબળાનું ચુર્ણ એક ચમચી મધ સાથે સવારે ખાલી પેટે ખાવાથી ખુબ ફાયદો થશે.
મુલેઠી પણ શ્રેષ્ઠ
તેમાં અનેક એન્ટી વાઈરલ, એન્ટી માઈક્રોબિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે મુલેઠી વાળી ચાથી શરદી, ખાંસી અને તાવની તકલીફો ઘટે છે.
આ પણ વાંચોઃ લીલા બટાકા ખાવા જોઈએ કે નહીં? શું આનાથી મૃત્યુ પણ થઈ શકે..