ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સંસદ ભવન સામેથી છત્રપતિ શિવાજી મહારાજ, મહાત્મા ગાંધી અને આંબેડકરની પ્રતિમાઓ હટાવી: કોંગ્રેસનો આરોપ

Text To Speech

નવી દિલ્હી, 6 જૂન : લોકસભા ચૂંટણી 2024ના પરિણામોએ કોંગ્રેસ પાર્ટીમાં પ્રાણ ફૂંક્યા છે. પાર્ટીના નેતાઓ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. આ જ ક્રમમાં કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આરોપ લગાવ્યો છે કે સંસદ ભવન સામેથી છત્રપતિ શિવાજી મહારાજ, મહાત્મા ગાંધી અને ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાઓ હટાવવામાં આવી હતી.

આ બાબતને લઈને તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ કરી છે જેમાં તેમણે ફોટા પણ મૂક્યા છે. આ પોસ્ટ પર કોંગ્રેસ નેતાએ લખ્યું છે કે, “સંસદ ભવનની સામેથી છત્રપતિ શિવાજી મહારાજ, મહાત્મા ગાંધી અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની મૂર્તિઓ તેમના મુખ્ય સ્થાનો પરથી હટાવી દેવામાં આવી છે.”

જાણો શા માટે મૂર્તિઓ હટાવવામાં આવી

ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ, સંસદ સંકુલમાં લેન્ડસ્કેપિંગના કામના ભાગરૂપે, મહાત્મા ગાંધી, બીઆર આંબેડકર અને છત્રપતિ શિવાજી સહિતની અન્ય પ્રતિમાઓને ખસેડવામાં આવી છે. ગુરુવારે કોંગ્રેસ દ્વારા આ પગલાની આકરી ટીકા કરવામાં આવી હતી. આદિવાસી નેતાઓ બિરસા મુંડા અને મહારાણા પ્રતાપની મૂર્તિઓને પણ જૂના સંસદ ભવન અને સંસદ લાઇબ્રેરીની વચ્ચેના લૉનમાં સ્થાનાંતરિત કરવામાં આવી છે. બધી મૂર્તિઓ હવે એક જગ્યાએ છે.

ભાજપ પર પ્રહાર કરતા કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના વડા પવન ખેડાએ કહ્યું કે જ્યારે મહારાષ્ટ્રના મતદારોએ ભાજપને મત ન આપ્યો ત્યારે સંસદમાં શિવાજી અને આંબેડકરની મૂર્તિઓ તેમના મૂળ સ્થાનો પરથી હટાવી દેવામાં આવી હતી. તેમણે કહ્યું કે જ્યારે તેમને ગુજરાતમાં ક્લીન સ્વીપ ન મળ્યો ત્યારે તેમણે સંસદમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને તેના મૂળ સ્થાનેથી હટાવી દીધી.

આ પણ વાંચો : VIDEO: કેવી ઉજવણી, નિર્દોષ જીવ સાથે ક્રૂરતા, ભાજપના નેતાનો ફોટો પહેરાવી બકરીનું કાપ્યું ગળું

Back to top button