વિશ્વમાં હોટ ફેવરિટ બન્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી : અત્યાર સુધી નોંધાયા 1 કરોડ જેટલાં પ્રવાસીઓ
નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 મી ઓક્ટોબર 2018 થી આજ સુધીમાં 1 કરોડ પ્રવાસીઓ નોંધાયા છે. આ પ્રવાસીઓનાં ધસારાથી કરોડો રૂપિયાની આવક થઈ છે, જેમાં ત્યાંના સ્થાનિક આદિવાસીઓને ઘણો ફાયદો મળ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે આસપાસના આદીવાસીઓ રોજગાર મેળવવા થયા છે. અધિકારીઓનું કહેવું છે કે ગુજરાતના સરદાર સરોવર ડેમ પાસે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની લોકપ્રિયતા વિશ્વના અન્ય પ્રવાસન સ્થળોની સરખામણીમાં અનેકગણી વધી છે, જેનો સીધો ફાયદો આદિવાસીઓને રોજગાર સ્વરૂપે મળી રહ્યો છે.
આ પણ વાંચો : કાશ્મીરમાં પહેલીવાર પ્રવાસ માટે ખુલ્લી મુકાશે આ 4 સુંદર જગ્યાઓ !
દિવાળીનાં 2 દિવસમાં 1 કરોડ રૂપિયાની આવક
દીવાળીના દિવસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મોટી સંખ્યામાં પ્રવાસીઓએ આ પ્રવાસન સ્થળની મુલાકાત લીધી હતી. આ પ્રવાસીઓમાં ઘણાં વિદેશી પ્રવાસીઓ પણ લાખોની સંખ્યામાં નોંધાયા છે. છેલ્લા બે વર્ષ સુધી કોરોના કાળના લીધે પ્રવાસનધામોને તહેવારોમાં ખૂબ મોટી અસર થતી હતી, પરંતુ બે વર્ષ બાદ આ વખતની દિવાળીમાં તમામ પ્રવાસન સ્થળો ખુલવાને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દિવાળીનાં માત્ર બે દિવસમાં રેકોર્ડ બ્રેક મુલાકાતીઓ મુલાકાત લીધી હતી. જેને કારણે માત્ર 2 દિવસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી મેનેજમેન્ટને કુલ 1 કરોડ રૂપિયાની આવક થઈ હતી.સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માટે બસોની સુવિધાથી લઈને અન્ય સુવિધાઓ પણ વધારવામાં આવી હતી ગુજરાત સહીત સમગ્ર વિશ્વમાં હોટ ફેવરિટ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી
સ્ટેચ્યુ ઓફ યુનિટી એ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. ઓક્ટોબર 2018માં તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તે 1 નવેમ્બર, 2018 થી જાહેર જોવા માટે ખોલવામાં આવ્યું હતું. આ પ્રતિમા સરદાર સરોવર ડેમથી 3.2 કિમીના અંતરે સાધુ બેટ નામની જગ્યાએ સ્થિત છે જે નર્મદા નદી પર એક ટાપુ છે. આ સ્થળ ભારતના ગુજરાત રાજ્યમાં ભરૂચ નજીક નર્મદા જિલ્લામાં આવેલું છે.