સ્ટેચ્યુ ઓફ યુનિટી : એકતાનગરમાં તમિલ બંધુઓની છઠ્ઠી બેચનું સહર્ષ સ્વાગત
સૌરાષ્ટ્ર-તમિલ સંગમઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “એક ભારત, શ્રેષ્ઠ ભારત” ની પરિકલ્પનાના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર પટેલની પ્રતિમાના સાનિધ્યમાં પધારેલા 300 જેટલા તમિલ બંધુ-ભગીનીઓની છઠ્ઠી બેચનું આજે ટેન્ટસિટી-2 ખાતે આગમન થતા ઢોલ-નગારા, શરણાઈ અને પરંપરાગત આદિવાસી-ટીમલી નૃત્યના શૂરો ગુંજી ઉઠ્યા હતા.
તમિલ બાંધવોએ હર્ષની લાગણી કરી વ્યક્ત
તમિલનાડુ અને ગુજરાતી સંસ્કૃતિ, કલા વારસો, ખાનપાનના સમન્વય અને પરંપરાના આ ઉત્સવમાં સૌરાષ્ટ્રીયન તમિલ બાંધવોનું કાર્યક્રમના નોડલ અધિકારી અને નર્મદા જિલ્લા પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, નાયબ કલેક્ટર (પ્રોટોકોલ) એન.એફ.વસાવા, ગરૂડેશ્વરના મામલતદાર મનીષ ભોઈ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન સુભાષ વસાવા સહિત સંગઠનના આગેવાનો દ્વારા ગુલાબનું ફૂલ આપી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવતા તમિલ બાંધવોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ : વાંચો કાર્યક્રમને લગતી તમામ મહત્વની વિગતો