ક્રિકેટ સટ્ટાકાંડમાં એક જ બેન્ક એકાઉન્ટમાંથી 1100 કરોડનું ટ્રાન્જેક્શન થયાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં સટ્ટાકૌભાંડ 2,500 કરોડને આંબે તેવી શક્યતા છે. તેમાં આરોપીઓએ કરોડો રૂપિયા વિદેશ મોકલ્યા છે. SITએ 2019ના આર્થિક વ્યવહારની પ્રાથમિક તપાસ પૂર્ણ કરી છે. માધવપુરામાંથી રાજ્યનું સૌથી મોટું 1800 કરોડનું ક્રિકેટ સટ્ટા કૌભાંડ કેસમાં એક જ એકાઉન્ટમાંથી 1100 કરોડનો વ્યવહાર મળ્યાનું સામે આવ્યુ છે. હજુ સુધી SITની ટીમ દ્વારા વર્ષ 2019ના આર્થિક વ્યવહારોની પ્રાથમિક ચકાસણી પૂર્ણ કરી છે. બાકીના 2020થી 2023 દરમ્યાનની તપાસ હાલમાં ચાલી રહી છે.
આ પણ વાંચો: મહેસાણા નગરપાલિકા સ્વચ્છતામાં અગ્રેસર હોવાના દાવા પોકળ
આર્થિક વ્યવહાર 2500 કરોડને પાર પહોંચી શકે છે
SITની ટીમ માની રહી છે કે, આર્થિક વ્યવહાર 2500 કરોડને પાર પહોંચી શકે છે. બીજી તરફ, SIT દ્વારા વધુ તપાસ કરવા માટે કેન્દ્ર સરકાર પાસે દુબઇ જવાની પરમિશનો માંગી હોવાનું સૂત્રોએ જણાવ્યુ છે. માધવપુરના સુમેલ બિઝનેસ પાર્ક-6ના બ્લોકમાં દરોડો પાડીને 1800 કરોડ રૂપિયા ક્રિક્રેટ સટ્ટાનો ટીમે બે દિવસ પહેલા પર્દાફશ કર્યો હતો. જેમાં ચાર આરોપી ઉપરાંત તેમના 16 જેટલા સાગરીતો સાથે મળીને સટ્ટા કૌભાંડ ચલાવતા હોવાનું સામે આવ્યુ હતુ.
આ પણ વાંચો: ગુજરાત: કરોડોના સટ્ટા કૌભાંડની તપાસમાં હવે પત્તા ખુલશે
આરોપીઓ વર્ષ 2019થી ઓનલાઇન સટ્ટો રમાડતા હોવાના પુરાવા મળી આવ્યા છે. જપ્ત કરેલ લેપટોપ અને મોબાઇલમાંથી હવાલા તેમજ 538 જેટલા બેંક એકાઉન્ટમાંથી થયેલ આર્થિક વ્યવહારોની વિગતો મળી આવી છે. જેમાં એસઆઇટીની ટીમે વર્ષ 2019ના આર્થિક વ્યવહારોની પ્રાથમિક ચકાસણી કરી હતી. જેમાં એક જ એકાઉન્ટમાંથી 1100 કરોડ રૂપિયાનો વ્યવહાર થયો હોવાનું સામે આવ્યુ છે. આથી SITની ટીમ માની રહી છે કે, એક જ વર્ષમાં 1800 કરોડનો આર્થિક વ્યવહાર કર્યો છે તો બાકીના 3 વર્ષના આર્થિક વ્યવહારોની ચકાસણી કરવામાં આવશે તો 2500 કરોડને પાર જઇ શકે છે.
SIT દ્વારા દુબઇ જઇને ત્યાંની એમ્બેસીને સાથે રાખીને બુકીઓ વિરૂદ્ધની વધુ માહિતી એકત્ર કરશે
બીજી તરફ, SIT દ્વારા દુબઇ જઇને ત્યાંની એમ્બેસીને સાથે રાખીને બુકીઓ વિરૂદ્ધની વધુ માહિતી એકત્ર કરીને કાયદાકીય કાર્યવાહી કરવા માટે કેન્દ્ર સરકાર પાસે મંજૂરી માંગી છે. ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડીને આરોપીઓ કરોડો રૂપિયાના આર્થિક વ્યવહાર કર્યાનું સામે આવ્યુ છે. આ તમામ રૂપિયા આરોપીઓએ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ મારફતે કન્વર્ટ કરીને વિદેશમાં પૈસા મોકલ્યાનું પણ તપાસમાં સામે આવ્યુ છે. આથી આરોપીઓ સામે આઇટી એક્ટ 75 કલમનો પણ ઉમેરો કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદ: કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયમાં નવું આકર્ષણ આવ્યું
ઓનલાઇન વેબસાઇટ મારફતે કરોડો રૂપિયાનો સટ્ટો રમાડવા, પૈસા કંઇ રીતે કન્વર્ટ કરીને વિદેશ મોકલવા તે તમામ માટે પૂના ખાતે આરોપીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી. આટલુ જ નહીં, અમુક સમયઅંતરે કંઇ વેબસાઇટ પરથી આર્થિક વ્યવહાર બંધ કરવો કે ચાલુ રાખવો તેની માહિતી પણ આરોપીઓને દુબઇ બેઠેલા આરોપીઓએ આપેલી હતી.
આ પણ વાંચો: આકરાં વલણ છતાં રખડતાં ઢોરનો ત્રાસ વધતા HCએ આપ્યો આ આદેશ
538 બેંક એકાઉન્ટમાંથી કેટલાક વેપારીઓને પણ પેમેન્ટ ચૂકવવામાં આવ્યું
દુબઇ, ચીન ખાતે એક્સ્પોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ કરતા કેટલાક વેપારીઓ ત્યાં પેમેન્ટ આપવાનું હોય ત્યારે આ સટ્ટા કૌભાંડના આરોપીઓ મારફતે હવાલો પડાવી લેતા હતા. બાદમાં વેપારીઓ આરોપીઓને પેમેન્ટ ચૂકવી દેતા હોવાનું સામે આવ્યુ છે. આટલુ જ નહીં, 538 બેંક એકાઉન્ટમાંથી કેટલાક વેપારીઓને પણ પેમેન્ટ ચૂકવવામાં આવ્યું છે.