ભીંતચિત્રો પર કાળો કૂચડો મારનાર હર્ષદ ગઢવીનું નિવેદન,જાન પણ ન્યૌછાવર કરી દઇશ ને….’
સાળંગપુરના ભીંતચિત્રો પર ફરશી લઈને હુમલો કરવા અને કાળો રંગ લગવવા મામલે ત્રણ આરોપીઓની ધરપકડ ર કરવામા આવી હતી, આજે કોર્ટમાં આરોપીઓને રજૂ કરવામા આવ્યા હતા જેમાં કોર્ટે ત્રણેય આરોપીઓને વચગાળાના જામીન આપ્યા હતા. ત્યારે જામીન મળતા જ હર્ષદ ગઢવી મીડિયા સામે આવ્યા હતા અને તેને આ અંગે નિવેદન આપ્યું હતુ, તેને કહ્યું હતુ કે, ‘જો ભીંતચિત્ર હટાવવામાં નઇ આવે તો અનશન પર ઉતરીશ અને જરૂર પડશે તો જાન ન્યૌછાવર પણ કરી દઇશ..’
ભીંતચિત્રો પર કાળો કૂચડો મારનાર હર્ષદ ગઢવીનું નિવેદન
સાળંગપુર ભીંતચિત્ર વિવાદ વચ્ચે શનિવારે હર્ષદ જીતુભાઈ ગઢવી નામના શખ્સ દ્વારા ભીંતચિત્રો પર કાળું પોતું મારીને છડીથી તોડફોડના પ્રયાસ કરવામા આવ્યો હતો. જેમાં ભીંતચિત્રોને નુકસાન પણ પહોંચ્યું હતું. આ મામલામાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી જે બાદ પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી આ મામલામાં કોર્ટે ત્રણેય આરોપીઓને વચગાળાના જામીન આપ્યા હતા.ત્યારે જેલની બહાર આવતા હર્ષદ ગઢવીએ આ મામલે નિવેદન આપ્યું હતુ,તેણે કહ્યું કે “, હું સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધી નથી પરંતુ તેમની વૃત્તિ અને પ્રવૃતિઓનો વિરોધી છું, હનુમાનજીનું અપમાન જોયા બાદ મારો ગુસ્સો કાબુમાં ના રહ્યો અને મારે ના છૂટકે આ કરવુ પડ્યું, સનાતન ધર્મના સાધુ-સંતોને વારંવાર આ ભીંતચિત્રો હટાવવા હાથ જોડીને વિનંતી કરી,છતા પણ ભીંતચિત્રો હટાવવામાં ન આવ્યા, હવે હું જે કાઈ પગલું ભરીશ તે ગુજરાતના સનાતન ધર્મના સાધુ સંતોને મળીને જ ભરીશ, જો ભીંતચિત્ર હટાવવામાં નઇ આવે તો અનશન પર ઉતરીશ અને જરૂર પડશે તો જાન ન્યૌછાવર પણ કરી દઇશ”
આ પણ વાંચો : મુખ્યમંત્રી અને સંતો વચ્ચે દોઢ કલાલ સુધી ચાલી બેઠક, જાણો શું નિર્ણય લેવાયો