ઉત્તર ગુજરાત

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની રાજ્ય વ્યાપી તપાસ : ૬૯૧ થી પણ વધુ ખાધ્ય ચીજોનાં નમુનાઓ લેવાયા

Text To Speech

પાલનપુર: હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે આ દિવસોમાં ફરાળી વસ્તુઓનો ઉપયોગ વધી જાય છે. જેને લઈને ફરસાણ જેવી વસ્તુઓ જે તેલમાં તળવામાં આવતી હોય છે, તે તેલ અંગેના નમુનાઓ રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગે લીધા હતા. છેલ્લા 15 દિવસથી રાજ્યમાં નમૂનાઓ લેવાની ઝુંબેશ ચાલી રહી હતી. અને 650 થી વધુ નમૂનાઓ તંત્ર દ્વારા લેવામાં આવ્યા હતા.

આ અંગે ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર એચ.જી.કોશિયા એ જણાવ્યું હતું કે, રાજ્યનાં નાગરિકોને શુધ્ધ અને સલામત ખોરાક મળી રહી તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નિયમીત અસરકારક કામગીરી કરવામાં આવે છે. હાલ તહેવારો તથા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી તપાસ હાથ ધરીને ઓગષ્ટ માસ દરમિયાન 691થી પણ વધુ ખાધ્ય ચીજોનાં નમુનાઓ તંત્ર ધ્વારા લેવાયા છે. આ નમૂનાઓ ચકાસણી અને પ્રુથ્થક્કરણ અર્થે સરકાર માન્ય લેબોરેટરીઝમાં અને તંત્રની લેબોરેટરીઝમાં પરિક્ષણ અર્થે મોકલી આપવામાં આવેલ છે. તથા નમુનાઓના પરીણામ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, તહેવારો દરમિયાન લોકોને સ્વસ્થ, સલામત અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે ચેકીંગ, સેમ્પ્લીંગ તથા સર્વેલેન્સ કામગીરીની સાથે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા લોક જાગ્રુતિ અને ફૂડ બીઝનેસ ઓપરેટર્સ તથા આમ નાગરિકો માટે તાલીમ આપવામાં આવી રહી છે. ઓગષ્ટ માસ દરમિયાન કુલ ૬૯૧ થી પણ વધુ ખાધ્ય ચીજોનાં નમુનાઓ તંત્ર ધ્વારા લેવામાં આવ્યા છે.

ફરાળી વસ્તુ- humdekhengenews

01લી ઓગષ્ટ થી 14 ઓગષ્ટ, 2022 દરમિયાન રાજ્યવ્યાપી ખાધ્ય તેલનાં સર્વેલન્સ નમુના માટેની સ્પેશીયલ ડ્રાઇવ કરવામાં આવી હતી. જેમાં 239 નમુનાઓ લેવામાં આવ્યા જે પૈકી 71 વનસ્પતી, 36 સીંગતેલ, 29 સરસીયું, 21 કપાસીયા તેલ 27પામતેલ, 19 સોયાબીન તેલ તથા ૨૫ અન્ય નમુનાંઓ લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સોનાના ભાવમાં તેજી આવી છે, આજે સોનું ફરી મોંઘુ થયું, તાત્કાલીક રેટ ચેક કરો

રક્ષાબંધન ના પર્વ નિમીત્તે કલરવાળી તથા ચાંદીના વરખવાળી મીઠાઇ બાબતે  રાજ્યવ્યાપી સ્પેશીયલ ડ્રાઇવ કરવામાં આવી હતી અને 239 નમુનાઓ લેવામાં આવ્યા જે પૈકી 70 ચાંદીના વરખવાળી મીઠાઇ,112 કલરવાળી મીઠાઇ અને 57 માવાની મીઠાઇઓનો સમાવેશ થાય છે. વધુમાં સર્વે અંતર્ગત વિવિધ દાળ અને કઠોળ આનુષંગીક રાજ્યવ્યાપી સ્પેશીયલ ડ્રાઇવ કરવામાં આવી છે જેમાં ૨૨૪ નમુનાંઓ લેવામાં આવ્યા હતા.

ફરાળી લોટના નમૂના લેવાયા

હાલ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ફરાળી લોટનો ઉપયોગ વધારે થતો હોય છે જે અંગે પણ સઘન તપાસ અને નમુનાઓ લેવાની પ્રક્રીયા ચાલુ છે.

Back to top button