મોટી કાર્યવાહી: અમદાવાદ જુગારધામમાં પકડાયેલા બે પોલીસ કર્મી સસ્પેન્ડ
અમદાવાદ શહેરના સાબરમતીના ડી કેબિનમાં સ્ટેટ સર્વેલન્સ ટીમે દરોડા પાડતા 4 પોલિસ કર્મીઓ ઝડપાયા હતા. તેને લઈને અમદાવાદ શહેરમાં હોહા મચી ગયો હતો. મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલે એક સપ્તાહમાં વધુ એક જુગારધામ ઝડપી પાડ્યું હતુ. જેમાં આ વખતના દરોડામાં ખુદ PSI અને પોલીસકર્મીઓ સહિત કુલ 12 જુગારીઓ જુગાર રમતા ઝડપાયા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સાબરમતીના ડી કેબિન વિસ્તારમાં આવેલા રેલવે ક્વાર્ટર્સમાં કુખ્યાત બાબુ દાઢી દ્વારા ચલાવવામાં આવતા અડ્ડા પર દરોડા પાડ્યા હતા. જે બાદ ટીમે જુગાર રમતા 12 જુગારીઓને પકડી પાડ્યા છે. જુગારધામમાંથી પોલીસ જ આ રીતે પકડાઈ જતાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
PI અને PSI સસ્પેન્ડ
પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલે સાબરમતી વિસ્તારમાં કુખ્યાત બાબુ દાઢીના અડ્ડામાં દરોડો પાડ્યો હતો. જેમા PSI સહિત 4 પોલીસ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. ડીજીપીએ આ અંગે કાર્યવાહી કરતા જુગાર રમતા બે પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જેમા PI આર.એસ.ઠાકર અને PSI વી.એ.પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમાં 4 પોલીસકર્મચારીઓ જુગાર રમતા ઝડપાતા સાબરમતી પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠ્યા છે.
12 જુગારીઓ ધરપકડ કરવામાં આવી
એક જ સપ્તાહમાં સ્ટેટ મોનિટરિંગ સેલએ વધુ એક જુગારધામનો પર્દાફાશ કર્યો છે. જેમા ડી કેબિન વિસ્તારમાં રેલવે ક્વાર્ટર્સમાં કુખ્યાત બાબુ દાઢીના જુગારધામમાં દરોડા કરવામાં આવ્યા હતા. જેમા PSI સહિત 4 પોલીસ કર્મચારીઓ સાથે કુલ 12 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે સ્ટેટ મોંનટરિંગ સેલની ટીમે રેડ કરતા જુગારધામની બહાર બેઠેલા બે પોલીસ કર્મી ભાગી ગયા હોવાની વાત ચર્ચાઈ રહી છે પરંતુ બે પોલીસકર્મી જુગાર રમી રહ્યા હતા અને બે પોલીસકર્મી બહાર ધ્યાન રાખી બેઠા હતા. આમ કુલ ચાર પોલીસકર્મીઓ સહિત 12 જુગારીઓ ધરપકડ કરવામાં આવી છે. જુગારધામમાં 1.80 લાખ રોકડ, એક ગાડી અને ટુ વ્હીલર સહિતનો લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ પણ વાંચો:દારુ બાદ હવે ડ્રગ્સ: અમદાવાદની એક શાળામાંથી ડ્રગ્સ અને ઈ સિગારેટ સહિત 2 લાખ રોકડા ઝડપાયા