ટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાનમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ; હજારો લોકોનું સ્થળાંતર-ચાર લોકોના મોત

  • રાજસ્થાનમાં ચક્રવાતી તોફાનના કારણે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ.
  • જાલોર, સિરોહી અને બાડમેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ.
  • SDRFની ટીમ બચાવ કામગીરીમાં લાગી.

રાજસ્થાનમાં ચક્રવાતી તોફાન ‘બિપરજોય’ના કારણે ઘણા વિસ્તારોમાં સતત વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે આ સ્થળોએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ વાવાઝોડાને કારણે જાલોર, સિરોહી અને બાડમેરમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએ પાણીમાં ફસાયેલા 59 લોકોને SDRFની ટીમો દ્વારા સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

રાજસ્થાનમાં ચક્રવાતી તોફાન ‘બિપરજોય’ સોમવારે પણ તબાહી મચાવી રહ્યું છે. જાલોર, સિરોહી અને બાડમેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જાલોરમાં હજુ પણ ભારે પવન સાથે ભારે વરસાદ ચાલુ છે. જિલ્લા મથકે વીજળી, ઈન્ટરનેટ જેવી સેવાઓ પણ ઠપ થઈ ગઈ છે. અતિ ભારે વરસાદના કારણે પુરની સ્થિતિ સર્જાઈ રહી છે. પરિસ્થિતિને જોતા મુખ્યમંત્રી અશોક ગેહલોત પોતે આ વિસ્તારોની સ્થિતિ અંગે અપડેટ લઈ રહ્યા છે. સીએમએ ચક્રવાત ‘બિપરજોય’ના કારણે બગડતી પરિસ્થિતિ અંગે જાલોર, સિરોહી, બાડમેર અને પાલીના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરી છે.

જાલોર, સિરોહી અને બાડમેરમાં પૂરની સ્થિતિ:

રાજસ્થાનમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ; હજારો લોકોનું સ્થળાંતર-ચાર લોકોના મોત

રાજસ્થાનના આપત્તિ અને રાહત સચિવ પી.સી. કિશને કહ્યું, “ભારે વરસાદને કારણે જાલોર, સિરોહી અને બાડમેર જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. આગામી 15-20 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે. અમારી ઘણી ટીમો એલર્ટ પર છે. તેમણે કહ્યું કે પિંડવાડા, આબુ રોડ અને રેવારમાં ઘણા મોટા ડેમ પાણીથી ભરેલા છે. સિરોહીના બતીસા ડેમની જળ સપાટી 315 મીટર છે અને પાણીની સપાટી 313 મીટર થતાં ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.

SDRFની ટીમ બચાવ કામગીરીમાં લાગી:

ડિઝાસ્ટર રિલીફ એન્ડ મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. જયપુર હવામાન કેન્દ્રના પ્રભારી રાધેશ્યામ શર્માએ જણાવ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના ચાર જિલ્લામાં 200 મીમીથી વધુનો રેકોર્ડ વરસાદ નોંધાયો છે. તેમાં જાલોર, સિરોહી, બાડમેર અને પાલી જિલ્લાનો સમાવેશ થાય છે. આ સાથે, પશ્ચિમી રાજ્યના અન્ય ઘણા ભાગોમાં અત્યાર સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધવામાં આવ્યો છે. હાલમાં પાલી, રાજસમંદ, અજમેર, ઉદયપુર જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે.

આ વિસ્તારોમાં રેડ એલર્ટ:

રાજસ્થાનમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ; હજારો લોકોનું સ્થળાંતર-ચાર લોકોના મોત

જયપુર હવામાન કેન્દ્રના પ્રભારી રાધેશ્યામ શર્માએ જણાવ્યું કે આગામી 24 કલાક દરમિયાન વિભાગે પાલી, સિરોહી, રાજસમંદ અને ઉદયપુરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે અજમેર, ભીલવાડા, ચિત્તોડગઢ, ડુંગરપુર, ટોંક, બુંદી, જયપુર, નાગૌર અને જાલોરમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેશે.

સીએમ ગેહલોતે અસરગ્રસ્ત વિસ્તારોના ડીએમ સાથે વાત કરી:

જાલોર, સિરોહી, બાડમેરમાં પૂર જેવી સ્થિતિ છે. SDRFની ટીમે અહીં 59 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત પોતે આ વિસ્તારોની સ્થિતિ અંગે અપડેટ લઈ રહ્યા છે. સીએમએ જાલોર, સિરોહી, બાડમેર અને પાલીના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે ચક્રવાત ‘બિપરજોય’ના કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે વાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે સ્થિતિ નિયંત્રણમાં છે અને સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ભીષણ ગરમીના કારણે ઉત્તર પ્રદેશ-બિહારમાં 100નાં મોત, આ રાજ્યોમાં એલર્ટ જારી

Back to top button